fbpx
અમરેલી

વિદ્યાર્થીઓને બસ નહીં મળતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર એસ ટી ડેપો ખાતે ધરણા કરતા મામલો થાળે પડ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સરકારી એસ ટી બસો ની ફાળવણી કરવામાં આવતા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની એસ ટી રૂટ ની બસો બંધ થતાં શાળા કોલેજમાં અભ્યાસ માટે જતા વિધાર્થીઓ ને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી સવારે સમય મર્યાદામાં બસ નહીં આવતા વિધાર્થીઓ સ્વખર્ચે ખાનગી વાહનમાં તગડું ભરી શાળા કોલેજમાં અમરેલી ખાતે પહોંચ્યા હતા પણ પરત પણ બસ નહિ મળતા વિધાર્થીઓએ અમરેલી ખાતે એસ ટી ડેપોમાં હોબાળો મચાવ્યો હતો  

બાબરા તાલુકાના વિદ્યાર્થીઓએ લાઠી બાબરા ના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને ફોન કરી એસ ટી બસ બાબતે રજુઆત કરવામાં આવતા ધારાસભ્ય તાત્કાલિક અસરથી અમરેલી એસ ટી ડેપો ખાતે દોડી ગયા હતા અને ત્યાં વિધાર્થીઓની રજુઆત સાંભળી એસ ટી વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી ગ્રામ્ય વિસ્તારોમાં બસ ફાળવણી કરવાની સૂચના આપતા પણ અધિકારીઓ બસ નહિ હોવાનું ગાણું ગાતા રહેતા  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વિધાર્થીઓને સાથે રાખી એસ ટી ડેપોમાં ધરણા યોજતા ધારણામાં રફિકભાઈ મોગલ પૂર્વ નગરપતિ નરેશભાઈ અધ્યાનુ જિલ્લા કોંગ્રેસ અગ્રણી તેમજ વિદ્યાર્થીઓ અને પેસેન્જર જોડાયા હતા એસ ટી વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને તાત્કાલિક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ ટી બસ ની રૂટ શરૂ કરતાં વિધાર્થીઓમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી

તમામ વિધાર્થીઓએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો..ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ હોય કે અન્ય કોઈ સરકારી કાર્યક્રમ કે પછી પ્રધાનમંત્રીના જન્મ દિવસ હોય રાજ્ય ની એસ ટી બસ કાર્યક્રમમાં ફાળવણી કરવામાં આવતા લોકો તેમજ વિધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે ત્યારે આ બાબતે રાજ્ય સરકાર વિચારે અને આગામી કોઈપણ કાર્યક્રમમાં એસ ટી બસની ફાળવણી કરવામાં આવે ત્યારે વિધાર્થીઓનું હિતને  પ્રથમ  ધ્યાનમાં રાખવામાં આવે તેવી માંગ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/