fbpx
અમરેલી

અમરેલીમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ પોક્સો એક્ટ જાગૃત્તિ અભિયાનને બહોળો પ્રતિસાદ

અમરેલી જિલ્લામાં તેમજ તાલુકામાં વિવિધ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને બાળકોમાં પોક્સો એક્ટ કાયદાની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જનજાગૃત્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુનાનો ભોગ બનેલા બાળકને ન્યાય અપાવવા માટે કઈ કઈ સંસ્થાનો સંપર્ક થઈ શકે, બાળકોના અધિકારો ક્યા ક્યા છે, વગેરે જેવી માહિતી આપવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં આ અભિયાનને  અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.  પેનલ એડવોકેટ્સ, પી.એલ.વી. તથા કાયદાના વિદ્યાર્થીઓ વગેરે જેવાં નિષ્ણાંતો દ્વારા અત્યાર સુધીમાં રોજ સરેરાશ ૨૦૦ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને અત્યાર સુધીમાં કુલ   ૨૦,૦૦૦ જેટલા બાળકોને પોક્સો એક્ટ અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેનશ્રી અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણી, ફુલ ટાઈમ સેક્રેટરીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહેલા આ અભિયાન રાજ્ય વ્યાપી ઝુંબેશના ભાગરુપે અમરેલી જિલ્લામાં આગામી તા.૨૦-૧૦-૨૦૨૨ સુધી યોજવામાં આવશે, તેમ જિલ્લાના કાનૂની સેવા સત્તામંડળના ફૂલટાઈમ સેક્રેટરીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/