fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા મહાકાળી ચોક ખાતે પેટિયું રળવા માટે જીવસટોસટના પ્રયોગ કેમેરામાં કેદ

કુછ તો લિહાજ કર ઉમ્ર કા એ જિંદગી, ઈતની પેચીદગિયાઁ ક્યોં હૈં તેરી કહાનીમેં ? યે ગિરેબાઁ તેરા કૈસા અજીબ હૈં, જો હાથ ડાલતેં હૈ હી તુઝ પર હો  જાતી હૈં ગુમસૂમ સી બસ એક આહ નીકલને લગતી હૈ , જીવનકી બહતી રવાનીમેં!!!  – – “પાંધી સર” શું આ જ બદલાતાં ભારતની તસવીર છે?? પેટિયું રળવા માટે પણ હવે જીવસટોસટની બાજી લગાવવી પડતી હોય તેવું દ્રશ્ય  કેમેરામાં કેદ થયેલું છે. સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા મહાકાળી ચોક પાસેની આ બદલતાં ભારતની તસવીર છે.  આંગતુકો દ્વારા અવનવા કરતબો દ્વારા જીવનની યાત્રા પસાર થતી હોય તેવાં દ્રશ્યો ખરેખર સમગ્ર વ્યવસ્થા પધ્ધતિ માટે મનોમંથન માંગી લે તેવા છે.  એક નાની એવી બાલિકા હાથમાં ત્રિરંગો વાંસ લઈને જમીનથી આઠેક ફૂટ અધ્ધર એક દોરડા પર ખુલ્લા પગે ચાલીને જીવસટોસટના હેરતભર્યા પ્રયોગ કરતી જોવા મળી.

હા આ કૌશલ્ય તો જરૂર ગણાય પરંતુ પેટિયું રળવા માટે પણ જેની ઉંમર હજુ અભ્યાસ કરવાની છે અને કન્યા કેળવણીની વાતો કરતાં તંત્રમાં આવા પ્રયોગો કેટલે અંશે વ્યાજબી કહેવાય? કદાચ કોઈ વિદેશી આ દ્રશ્ય જોવે તો પોતાના મનમાં આપણાં દેશની કેવી છબી અંકિત કરે? એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતના નારા ,એક તરફ સમગ્ર વિસ્તારનું ગુલાબી ચિત્ર ઉપસાવવાના પ્રયાસો, રિવર ફ્રન્ટની વાતો, સુવર્ણકુંડલાની ધરતી પર આ દ્રશ્ય શહેરનુ કેવું ભવિષ્ય નિશ્ચિત કરે છે?  આમ ગણીએ તો જીવનનિર્વાહ માટે આવા જીવસટોસટના કરતબો અને તે પણ કન્યા કેળવણીની સોનેરી વાતોમાં ઈચ્છનીય ખરા? જો કે એક વાત ચોક્કસ છે કે પેટ કરાવે વેઠ એ કહેવત મોટી મોટી વિકાસની ગુલબાંગો વચ્ચે બિલકુલ સાચી સાબિત થતી હોય તેવું લાગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/