fbpx
અમરેલી

લાઠી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ મહાનિદેશકશ્રી , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ થી તા .૧૫ / ૧૦ / ૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી , તેમને પકડી પાડી , તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ .

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૧૦ / ૧૦ / ૨૦૨૨ નાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૧૦૫૧૧ / ૨૦૨૧ , ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫ ( એ ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને લાઠી ખાતેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ ઉપેન્દ્રભાઇ રસીકભાઇ રાઠોડ , ઉ.વ .૪૭ , રહે.સુરત , પુણાગામ , હસ્તીનાપુર સોસાયટી , જિ.સુરત .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ. પટેલ , તથા પો.સ.ઇ. શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/