fbpx
અમરેલી

સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અમરેલીમાં તા.૧૪ ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. ગરીબ કલ્યાણ મેળાના આયોજન અર્થે અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. મહત્વનું છે કેઅમરેલી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આગામી તા.૧૪ ઓકટોબર૨૦૨૨ને શુક્રવારના રોજ સામજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત લીલીયા રોડ ખાતેના ખેડૂત તાલીમ ભવનમાં યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના વિવિધ તાલુકાના ૩૪૨ પુરુષો અને ૧,૨૧૬ મહિલા સહિત ૧,૫૫૮ લાભાર્થીઓને રુ.૫,૮૪,૮૮,૭૬૧ ની સહાય ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લાના શહેરી વિસ્તારના ૧૮૦ પુરુષો અને ૬૨૪ મહિલાઓ સહિત ૮૦૪ લાભાર્થીઓને રુ.૨,૮૩,૪૧,૬૩૮ સહાય હાથોહાથ આપવામાં આવશે. આમઅમરેલી જિલ્લાના ૫૨૨ પુરુષો અને ૧,૮૪૦ મહિલાઓ સહિત ૨,૩૬૨ લાભાર્થીઓને  રુ.૮,૬૮,૩૦,૩૯૯ સહાય  મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે હાથોહાથ ચૂકવવામાં આવશે. કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના સુચારું આયોજન માટે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ કાર્યક્રમના સફળ આયોજન માટે કામગીરીની સમીક્ષા કરી અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સુચારું આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી હતી. લાભાર્થીઓને આપવાના થતા લાભો તેમજ સ્થળ સમીક્ષા ઉપરાંત કાયદો વ્યવસ્થા અને વાહન વ્યવહાર જેવી જરુરી બાબતો અંગે ઘટતું કરવા કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/