fbpx
અમરેલી

ગોપાળગ્રામ આરોગ્ય વિભાગના કર્મચારીને કૌન બનેગા કરોડપતિ? ની હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો

૧૭ વર્ષ સુધી કરેલી મહેનતનો રંગ લાગ્યો. સફળતા એમ ને એમ કંઈ નથી મળતી એને માટે સતત પ્રયાસ અને સાતત્યપૂર્ણ સંઘર્ષ પણ કરવો પડતો હોય છે પરંતુ અંતે એ મહેનતના મીઠાં ફળ ચાખવાનો અવસર પણ ઈશ્ર્વર પ્રદાન કરે છે. પરંતુ પરિશ્રમ અને યોગ્ય દિશામાં કરેલો પુરૂષાર્થ કદી વ્યર્થ નથી જતો એ વાતની પ્રતીતિ કરાવતી ઘટના એટલે એમ.એચ.પી.ડબલ્યુ આરોગ્ય વિભાગના ગોપાળગ્રામના કર્મચારી શ્રી વિનોદ સાગઠિયા.. સતત પુરૂષાર્થ પછી અંતે વિનોદભાઈ માટે એ પળ આવી ચૂકી જે પ્રાપ્ત કરવા માટે લોકો સપના સેવતા હોય છે. હા, વિનોદભાઈ સાગઠિયા ગોપાળગ્રામ એમ.એચ.પી.ડબલ્યુના આરોગ્ય વિભાગના કર્મચારીને દેશનો સૌથી લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ?ના એપિસોડમાં મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો. તેમનો આ એપિસોડ સોની ટી. વી ઉપર તારીખ ૧૮-૧૧-૨૦૨૨ના રોજ રાત્રે નવ કલાકે કૌન બનેગા કરોડપતિ? એ લોકપ્રિય શો પ્રસારિત થશે.. આ સંદર્ભે સાવરકુંડલા શહેરના તેમના મિત્ર વર્તુળ ડો. મયૂર પારઘી, ચંદ્રકાંતભાઈ બગડા, કિશોરભાઈ ખુમાણ, ભાર્ગવભાઈ વાણિયા, પ્રકાશભાઈ દાફડા, પરેશભાઈ પરમાર, હિંમતભાઇ પરમાર, વિજયભાઈ દાફડા, નીતીનભાઈ વિંઝુડા, નિકુંજભાઈ વિંઝુડા, સંદીપભાઈ હેલૈયા, ભાવેશભાઈ બગડા તેમજ પ્રકાશભાઈ હેલૈયા મિત્રમંડળમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/