fbpx
અમરેલી

લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે ટપાલથી મતદાન થશે

વિધાનસભા સામાન્ય ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના યોજાશે. પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ઠ અમરેલી  ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ, કર્મચારીઓ મતદાનની ફરજ બજાવી શકે તે માટે ટપાલથી મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન સમયે ફરજ બજાવનાર અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સ, ચૂંટણી કામે સંપાદન કરવામાં આવેલા વાહનના ચાલકો, કંડકટર, ક્લીનર, હેલ્પર તથા ચૂંટણી ફરજ પર હોવાના કારણે પોતાના મતદદાન મથકે મત આપે શકે તેમ ન હોય તેવા તમામ કર્મયોગીઓ માટે આગામી તા.૨૦,૨૧,૨૨ નવેમ્બર દરમિયાન ટપાલથી મતદાન કરી શકશે.

૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારના મતદાન માટે લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ અમરેલી ખાતે સવારે ૯.૦૦ સાંજે ૬.૩૦ વાગ્યા સુધી મતદાન કરી શકશે. મતદાન પ્રક્રિયા સુચારું રુપે થઈ શકે તે માટે જરૂરી કર્મચારીઓ અને ફેસીલીટેશન સેન્ટરના ઈન્ચાર્જશ્રીની પણ નિમણુક કરવામાં આવી છે. આ મતદાન મથકે ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે ચૂંટણી અધિકારીશ્રી ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તાર-વ-પ્રાંત અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/