fbpx
અમરેલી

ગયા વખતે તમે જેને ચૂંટીને મોકલ્યા તેમણે શું કર્યુ? તમે તમારો વોટ શું કામ બગાડો છો: મોદી

અમરેલી ખાતે આજે વિધાનસભાની ચુંટણીને લઇને જનસભાને સંબોધતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા ગુજરાતની શું સ્થિતિ હતી અને હવે કઇ રીતે વિકાસની હરણફાળ ભરતુ ગુજરાત બન્યું છે તેનો ચિતાર આપી મતદારોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો.

અહી તેમણે પોતાના ભાષણના આરંભે જ કહ્યું હતુ કે અમરેલી આવુ એટલે લાગે જાણે ઘરે આવ્યો છું, ડો.જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા જે અમરેલીના હતા અને મોદી એવા છે જેનુ અમરેલી છે. તેમણે ગુજરાત અને અમરેલી જિલ્લાની બે દાયકા પહેલા શું સ્થિતિ હતી અને બે દાયકામા કેવા વિકાસ કામો થયા તેનો ચિતાર આપી ભાજપનુ સમર્થન માંગ્યું હતુ. ખેડૂતો માટે સરકારે નર્મદાના પાણી પહોંચાડયા, ખેત તલાવડી, તળાવો, વિજળીની સમસ્યામાથી મુકિત, જયોતિગ્રામ, કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, નેનો યુરીયા, કિસાન ક્રેડિટ કાર્ડ વિગેરે યોજનાને યાદ કરી જણાવ્યું હતુ કે ખેડૂતોને મજબુત બનાવાયા છે અને હવે ખેતીને નફાના ધોરણ પર લઇ જવા કામ થઇ રહ્યું છે.

તેમણે જણાવ્યું હતુ કે દરેક જિલ્લામા ડેરી, પશુઓનુ ટીકાકરણ, વિવિધ સબસીડી વિગેરે દ્વારા પશુપાલકોને સરકાર સમૃધ્ધ બનાવી રહી છે. પ્રથમ વખત મત્સ્ય વિભાગનુ મંત્રાલય બનાવ્યુ છે અને પુરૂષોતમ રૂપાલા માછીમારોનુ જીવન બદલવાનુ કામ કરી રહ્યાં છે. ખેડૂતોની સમસ્યાઓ તમારી પાસેથી જાણી દિલ્હી ગયો હતો અને આખા દેશમા ખેડૂતો માટેની યોજનાઓ અમલમા મુકી છે. અને તેમના ખાતામા દર વર્ષે છ હજાર પણ જમા થઇ રહ્યાં છે. કપાસ અને મગફળીના ઉંચા ભાવ મળી રહ્યાં છે.

યુએનને મે આવતુ વર્ષ જાડા ધાનનુ વર્ષ મનાવવા પત્ર લખ્યો છે. તેનાથી ધાન પકાવતા ખેડૂતોને ફાયદો થશે.તેમણે જણાવ્યું હતુ કે બે દશકામા શિક્ષણની સ્થિતિ બદલાઇ છે. ડ્રોપઆઉટ રેશીયો, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, બેટી બચાવો બેટી પઢાઓ, મેડિકલ કોલેજો જેવા અનેક કામ થયા છે. કોરોના કાળમા 80 કરોડ લોકોને મફત અનાજ અપાયુ છે.

તેમણે મહિલાઓ માટે સરકારે કરેલા કામો પણ યાદ કર્યા હતા. અને જણાવ્યું હતુ કે વિકાસ કોને કહેવાય તેની કોંગ્રેસને ખબર જ નથી. તેઓ નર્મદા વિરોધીઓને સાથે લઇ ફરી રહ્યાં છે. અંતમા તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતને આપણે એટલુ મજબુત બનાવવુ છે કે આવનારી પેઢીને કોઇ મુસીબત ન રહે. અને કોઇ વિકાસ બોલે તો ગુજરાત દેખાય અને ગુજરાત બોલે તો વિકાસ દેખાય.


અમરેલી જિલ્લામા ગત ચુંટણીમા ભાજપે પાંચેય સીટો ગુમાવી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસના આ ગઢમા ગાબડુ પાડવા પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમા દેશ અને રાજયના વિકાસ કરતા અમરેલી જિલ્લામા થયેલા કામો પર વધુ ફોકસ કર્યુ હતુ. તેમના ભાષણમા 75 ટકા જેટલો સમય તેમણે માત્ર અમરેલી જિલ્લાની વાતો પર જ આપ્યો હતો. હું અમરેલી આવુ એટલે એમ લાગે જાણે ઘરે આવ્યો છું.

તે શબ્દો સાથે જ ભાષણ શરૂ કરી તેમણે લોકોને સીધા જ કનેકટ કર્યા હતા. અમરેલીની ધરાને સંતો અને કર્મયોગીની ધરા ગણાવી તેમણે કવિ કાગથી લઇ રમેશ પારેખ અને ભોજા ભગતનો ઉલ્લેખ કરી પોતાપણુ બતાવવા પ્રયાસ કર્યો હતો. અમરેલી જિલ્લો ખેડૂતોનો જિલ્લો હોય તેમણે એમપણ કહ્યું હતુ કે સરકારનો કૃષિ વિભાગ જાણે અમરેલી જિલ્લા માટે રીઝર્વ થઇ ગયો છે.

અમરેલી જિલ્લાની ડેરી કમાલનુ કામ કરી રહી છે.રોજગારી માટે અમરેલીના ગામડાઓમાથી સ્થળાંતર મોટો મુદો છે. ત્યારે બે અઢી દાયકા પહેલા પાણીના અભાવે કઇ રીતે ગામડાઓ ખાલી થતા હતા અને આજે શું સ્થિતિ છે તેની વાત કરી હતી. અમરેલી જિલ્લામા અગાઉ બે સરકારી શાળા હતી અને હવે 50 સરકારી માધ્યમિક શાળા છે. અમરેલીમા હાલમા ખેડૂતો માટે કપાસ અને મગફળીનો ઉંચો ભાવ ચાલી રહ્યો છે. અમરેલીમા મેડિકલ કોલેજની પણ સ્થાપના કરાઇ છે.

અહીનુ પીપાવાવ બંદર આંતરરાષ્ટ્રીય વેપારનુ કેન્દ્ર બન્યુ છે જે અમરેલી જિલ્લાની સીકલ બદલશે. અને ઉતર ભારતને જોડતો ડેડિકેટેડ ફ્રેડ કોરીડોર પીપાવાવ સાથે જોડાવા જઇ રહ્યો છે. અમરેલી જિલ્લાના ગામે ગામ નર્મદાનુ પાણી પહોંચ્યુ છે વિગેરે યાદ કરી પોતાના ભાષણનો મોટો હિસ્સો માત્ર અમરેલી પર કેન્દ્રિત કર્યો હતેા. મહત્વપુર્ણ પાંચ સીટ ધરાવતા આ જિલ્લામા ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસનો ઉલ્લેખ પણ માત્ર એક મિનીટ માટે કર્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/