fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના જશવંતગઢ અને શેડુભાર મુકામે વિકાસકાર્યોનું ખાતમુર્હૂત

અમરેલી જિલ્લાના અને તાલુકાના જશવંત ગઠ મુકામે સી.સી.રોડ ઉપરાંત શેડુભાર મુકામે નાના માચીયાળા-શેડુભાર વચ્ચે તૈયાર થનાર પુલના કાર્યના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જશવંત ગઠ મુકામે રૂ. ૫ લાખના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડ અને નાના માચીયાળા-શેડુભાર વચ્ચે રૂ.૪૯ લાખના ખર્ચે તૈયાર થનાર પુલના કાર્યના ખાતમુર્હૂતની કામગીરીનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. જશવંત ગઢ ખાતે બનનાર સી.સી.રોડ રાજ્યસભાના સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ડમાંથી બનાવવામાં આવશે. ખાતમુર્હૂતનો કાર્યક્રમમાં અમરેલી-વડિયા-કુંકાવાવ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નવનિયુક્ત નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાનું ગ્રામપંચાયત ટીમ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે,  જસવંત ગઢ મુકામે સી.સી.રોડની જે માંગણી હતી  તે માંગણી હવે પૂર્ણ થવા જઈ રહી છે અને આ કાર્ય ઝડપથી પુર્ણ કરવામાં આવશે તેવી મને ખાતરી છે ઉપરાંત નાના માચીયાળા-શેડુભાર વચ્ચે રૂ.૪૯ લાખના ખર્ચે તૈયાર થનાર પુલનું કાર્ય પણ સત્વરે પુર્ણ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં આ પ્રકારે જ વિકાસલક્ષી પ્રશ્નો હશે તો તેનું નિરાકરણ કરવામાં આવશે અને ગુજરાત રાજ્ય સરકાર  વિકાસના કાર્યો માટે કટિબદ્ધ છે. આ ખાતમુર્હૂત કાર્યક્રમમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રજ્ઞાબેન દિલીપભાઈ સાવલીયા, ઉપપ્રમુખશ્રી વનરાજભાઈ કોઠીવાળ, અમરેલી જિલ્લા પંચાયત સદસ્યશ્રી સુરેશભાઈ પાથર અને મોટી સંખ્યામાં બંને ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/