fbpx
અમરેલી

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા નવનિયુક્ત નાયબ મુખ્ય દંડકશ્રી અને ધારાસભ્યશ્રીઓનો સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારી-બગસરા-ખાંભા મતવિસસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા પ્રથમવાર ધારાસભ્યશ્રી તરીકે ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓને જિલ્લા સંક્લન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ કલેક્ટરશ્રી દ્વારા વહીવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓના સંક્લન દ્વારા અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને આગળ લઈ જવા માટે તંત્ર કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું અને તમામ વિભાગના અધિકારીશ્રીઓને સરકારશ્રીની કામગીરી વધુ સારી રીતે અને વધુ અસરકારક રીતે કરવા માટે યોગ્ય માર્ગદર્શન કર્યુ હતું.

 આ બેઠકમાં   વિધાનસભાની ચૂંટણીના સુચારૂ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ ટીમ અમરેલી સાથે મળી અને જિલ્લાની વિકાસયાત્રાને આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બેઠકના પ્રથમ ચરણમાં પેન્ડિંગ કેસોપેન્શન કેસવસૂલાતનાગરિક અધિકાર પત્રોની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષા રેખાબેન મોવલિયાસામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવજિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ કર્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/