fbpx
અમરેલી

લાયન્સ રોયલ ની બોર્ડ મીટીંગ તથા કૌશિક વેકારીયાનો સન્માન સમારોહ યોજાયો

અમરેલી પંચવટી ફાર્મ મુકામે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલની બોર્ડ તથા જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું સાથોસાથ સંસ્થાના ડીરેક્ટર તરીકે જવાબદારી સંભાળતા સભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા જેઓ હમણાં જ વિધાનસભાની ચૂંટણીઓમાં અમરેલીના ધારાસભ્ય તરીકે વિજેતા થયા છે અને તેઓને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તરીકે વરણી થઈ છે ત્યારે સંસ્થાના સભ્ય તરીકે સૌ એ સાથે મળી તેમના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું, આ સન્માન કાર્યક્રમને અદભુત અને અવિસ્મરણ્ય બનાવવા માટે સંસ્થાના દરેક સભ્યો પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખ રિતેશ સોની એ સૌને આવકાર્યા હતા, પ્રાસંગિક ઉદબોધન બાદ સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. બોર્ડ તથા જનરલ બેઠકનું કામકાજ પૂર્ણ થયા બાદ આ સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમા શ્રી કૌશિક વેકરિયા ને 51 કિલો ખીચડી થી સન્માનિત કરવામાં આવ્યા, બાદમાં આ ખીચડી શ્રવણ પ્રસાદ કેન્દ્ર અન્ન ક્ષેત્રમાં તેમના હસ્તે દાન અપાઈ.

આ સન્માન સમારોહ દરેક સભ્યો એ પરિવાર સાથે ઉપસ્થિત રહી અદભુત બનાવ્યો. બેઠકમાં સંસ્થાના થયેલા સેવા કાર્યોની માહિતી અપાઈ બાદમાં સંસ્થાના સેક્રેટરી શ્રી રાકેશ નાકારાણી એ વિગત આપી અને ખજાનચી શ્રી અરુણ ડેર દ્વારા સંસ્થાની નાણાંકીય સ્થિતિ જણાવવામાં આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/