fbpx
અમરેલી

લાઠી વતન-પ્રીતિનું અદભૂત્ત ઉદાહરણ ઘનશ્યામભાઈ શંકર

કલાપીનગર લાઠીની માટી માં કોઈ એવું અદભૂત તત્વ આજે પણ મોજુદ છે, જે આ નાનકડા નગરને અન્ય શહેરો થી અલગ પાડે છે, લાઠીએ એકએક થી ચડિયાતા ”વતનપ્રેમી” મહામાનવો તૈયાર કર્યા છે, અને એ મહાનુભાવોએ લાઠીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે આજે એવાજ એક વતનપ્રેમીની વાત કરવી છે એ છે. શ્રી ઘનશ્યામભાઈ શંકર (ચેરમેન શિવમ્  જવેલ્સ ) સુરત, મુંબઈ ઘનશ્યામભાઈનો જન્મ તા:1-6-1963 ના રોજ પિતા માવજીભાઈ ભગવાનભાઇ શંકર અને માતા પુરીબેનની કુંખે લાઠી માં થયો છે, ભાઈઓમાં સૌથી મોટા દુલાભાઇ બીજો નંબર ઘનશ્યામભાઈ અને સૌથી નાના તુલસીભાઇ.

પ્રાથમિક વિદ્યા અભ્યાસ લાઠીમાં 12 ધોરણ સુધી અને પછી અમરેલી કે.કે.પારેખ કોલેજ થી ગ્રેજયુશન પૂરું કરીને 1984′ માં સુરત પહોંચ્યા, કેરિયરની શરૂઆત શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ થી શરૂ કરી શ્રી ગોવિંદભાઇ ધોળકિયાના સાનિધ્યમાં ઘનશ્યામભાઈને હિરા અને હિરા ઉદ્યોગની બારીકી શીખવા મળી, અને પછી શ્રી મનજીભાઇ ધોળકિયાની કંપની ભવાની જેમ્સ મુંબઈ માં 4 – વર્ષ  કામ કરીને ખુબ સારો અનુભવ મેળવ્યો, પછી પોતાની સ્વતંત્ર કંપની ‘શિવમ જવેલ્સ’ ની 1995 માં સ્થાપના સાથે આર્થિક પ્રગતિના પંથે આગળ વધ્યા, સુરત અને મુંબઈમાં વર્ષોની મહેનત સાચી લગન અને યોગ્યનીતિ ને કારણે બહુ માતબર પ્રગતિ કરીને માર્કેટમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી, સરદાર ધામ માં ટ્રસ્ટીશીપ નિભાવીને સહભાગી બને છે આવા અનેક કામો તેમના શુભ હસ્તે થયા છે અને કેટકેટલા સન્માન, એવોર્ડ મળ્યા અને નામના કમાયા.

એકદમ સજ્જન અને સરળ સ્વભાવના ઘનશ્યામભાઈ ને વતન લાઠી પ્રત્યે વિશેષ લગાવ છે, રાજાશાહી કાળનો લુવારીયા દરવાજો જર્જરિત થયો ત્યારે શ્રી ઘનશ્યામભાઈએ માતબર રકમનું અનુદાન આપીને નવો દરવાજો બનાવી આપ્યો અને પક્ષીઓ માટે ચબુતરાનું નિર્માણ કરાવ્યું, કલાપીની સમાધિ આખો વિસ્તાર સ્વખર્ચે સાફ અને સુશોભિત કરાવ્યો અને ફરતી આર.સી.સી.ની દીવાલ બનાવી આપી, કલાપી તીર્થના નિર્માંણમાં મોટી રકમનું યોગદાન આપ્યું, લાઠી માં પી.એમ. શંકર સ્કૂલનું નિર્માણ કરીને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું, જ્યાં આજે પણ ધોરણ 1 – થી 10 સુધી 380 વિદ્યાર્થીઓ મામુલી ફિસ આપીને વિદ્યા અભ્યાસ કરે છે, તો શિવમ વિદ્યાલય માં માતબર રકમનું અનુદાન આપીને મુખ્ય દાતા બન્યા, લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટ લાઠી સમૂહ લગ્નના આયોજન માં મુખ્ય દાતાશ્રી તરીકે પણ ઘનશ્યામભાઈનું નામ શિરમોર છે, અને લાઠી આસપાસ વૃક્ષારોપણ અને ઉછેરની જવાબદારી લઈ પર્યાવરણના જતન સંવર્ધન માં સહભાગી બન્યા છે, લાઠીના નવનિર્મિત સરોવર માટે પણ મોટી રકમનું યોગદાન આપીને મુખ્યદાતા તરીકે અનુદાન આપીને સૌને માટે મોટી પ્રેરણા બન્યા છે, મનો સૌથી વધુ ગમી હોય તેવી તેમની સમાજસેવા તો વર્ષો થી લાઠી માં સેવા આપતી અમુક સામાજિક સંસ્થાઓ જે હાલ ઘટી ગયેલા બેંકના વ્યાજદરોને લીધે આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી.

તે સંસ્થાઓને અનુદાનો આપીને મજબુત કરી છે, સંજીવની આપી છે, અને મુંબઈમાં શ્રી લાઠી મિત્ર મંડળની સ્થાપના કરવામાં આગેવાની લઈને એક સરસ સંગઠન તૈયાર કર્યું અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્યો માટે નિમિત્ત બન્યા છે, લાઠીમાં વિધવા માતાઓને દર વર્ષે અનાજની કીટ આપીને આશીર્વાદ ના અધિકારી બન્યા છે. દર વરસે ઉનાળા માં છાશ કેન્દ્રો અને પશુઓ માટે ઘાંસચારાનું વિતરણ કરે છે, રામકથા નિમિત્તે જૂના રામમંદિરમા તથા ‘અનક ક્ષેત્રમાં’ ભગવાનજી શર્માનું રામમંદિર કલર કામ કરાવી સુશોભિત કર્યું, અને લાઠી સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં પણ માતબર અનુદાન આપીને પુણ્યના અધિકારી બન્યા છે, આવા તો અનેક નાના મોટા કામો માં ખુલા હાથે અનુદાનો આપીને લાઠી અને લાઠીના વિકાસ માં સહભાગી બન્યા છે…અયોધ્યા માં નવનિર્મિત પ્રભુ શ્રી રામના મંદિરમાં પણ નિમિત્ત બનીને પૂણ્યાનુંબંધી લક્ષ્મીનો સદઉપયોગ કર્યો છે..

આજે શંકર પરિવાર નિમિત્ત, શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ – શિવમ જવેલ્સ દ્વારા ”શિવમ-રામકથા” નું લાઠીમાં ભવ્ય આયોજન થઇ રહ્યું છે, તા: 24-12-2022 થી 01-01-2023 સુધી પૂજ્ય. મોરારીબાપુના શ્રીમુખે ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું રસપાન થશે, સાથે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક, કાર્યોનો મહા મહોત્સવ ઉજવાશે સમગ્ર લાઠી પંથકને આ ઉત્સવ માં હરખ થી ભાગ લેવા હદય પૂર્વક આમંત્રણ છે.  શ્રી ઘનશ્યામભાઈ અને શંકર પરિવારની ખૂબ ખુબ અનુમોદના અને ધન્યવાદ કરતા રાજેશ પટેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/