fbpx
અમરેલી

લાઠી શહેર શોભાયાત્રા અને ઉમંગ, ઉત્સાહથી રામમય બન્યુ, રામકથા પ્રારંભ

આજે પૂજ્ય મોરારીબાપુની 909મી રામકથાનો કલાપી નગરી લાઠીના આંગણે શુભારંભ થયો. પ્રારંભે પોથી યાત્રામાં સમગ્ર ગામને શણગારીને ગ્રામજનોએ આ ઉત્સવનો, ઘરનો,પરિવારનો અને પોતિકો ગણીને આખા ગામને તોરણોથી શણગાર્યું હતું. શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં માત્ર લાઠી નહી પરંતુ આસપાસના ગામડાંના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. લગભગ 30,000 ની મેદનીમાં હૈયે, હૈયું દળાય એટલા લોકો આ ઉત્સવ રામમય બની ગયા હતાં.

કથાના પ્રારંભે યજમાન શ્રી ઘનશ્યામભાઈ શંકરે કહ્યું કે  2014માં જ્યારે ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલું ત્યારે મારા મનમાં આ કથા લાઠીના આંગણે આયોજન કરવાનો એક સંકલ્પ કરેલો અને સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે. તેનો મને ખૂબ આનંદ છે આજે છેક ઋષિકેશથી સ્વામી શ્રી પુ ચિદાનંદજી અને પુરુષોત્તમભાઈ રૂપાલા નારણભાઈ કાછડીયા,પુર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતાં.

પ્રાસંગિક ઉદબોધનમાં સ્વામીશ્રી સિદ્ધાનંદજીએ મોરારીબાપુને વિચારોની વેક્સિન આપનારા ગણાવ્યા હતા અને તેઓનું વિશ્વ ની ધરતી પર ભારતની સાંસ્કૃતિક અસ્મિતા ના પ્રહરી અને રક્ષણ કરતા ગણાવ્યા હતા તેઓએ 1000મી કથા ઋષિકેશમાં માગી લીધી હતી. ઉદબોધનમાં શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કહ્યું કે આપણે કથા સિવાયના અન્ય પ્રકલ્પો કે જે રાષ્ટ્રહિત માટે છે તેના માટે કામ કરવું જોઈએ.

પ્રારંભ કરતા બાપુએ કહ્યું કે લાઠીની આ ઐતિહાસિક નગરી કે જેમાં સમયની રીતે પહેલા કલાપી આવે છે અને પછી ભગવાનજી દાદા શર્મા અને બીજા અનેક વિભૂતિઓની આ ભૂમિ કે હું જેને સૌપ્રથમ શ્રદ્ધાંજલિ અર્પું છું અને સાથે સાથે આજે આયોજન છે તેને હું વિશ્રામ તરીકે ઓળખું છું ઘનશ્યામભાઈ શંકર જે રીતે અપ્રતિમ પ્રગતિ ના પ્રહરી બન્યા છે અને તેમાં તેમની અટકને ધ્યાનમાં રાખીને અને આટલી વિશાળ શિવમૂર્તિ, અને હિમાલયની પ્રતિકૃતિ અને અન્ય પ્રકલ્પોને ધ્યાનમાં રાખીને આ કથા નું નામાભિધાન આપણે માનસ શંકર કરીએ છીએ આમ તો હું આ ઘસાનું નામાભિધાન અન્ય વિથ વિચારીને આવેલો પરંતુ કથા પ્રવાહ એ અલગ રીતે ચાલતો હોય છે અને તે જ રીતે હવે તેનું નામાભિધાન આપણે માનસ શંકર રાખે છે “તભિ શંકર દેખે ઘરી ધ્યાના,સતી જો કીન્હ ચરિત્ સબુ જાના” આ પંકિતને ધ્રુવપંકિત તરીકે લેવામાં આવી હતી. પ્રારંભ માં સ્વાગત નૃત્ય શંકર પરિવારના બાળકોએ રજું કર્યું હતું.સંચાલન સુશ્રી નેહલબેન ગઢવીએ સંભાળ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/