fbpx
અમરેલી

જિલ્લા સ્તરે સારી કામગીરી કરનાર યુવા મંડળોને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે

અમરેલી સ્થિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે જિલ્લા યુવા પુરસ્કાર અંતર્ગત જિલ્લા સ્તરે સારી કામગીરી કરનાર યુવા મંડળોને પુરસ્કૃત કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ યુથ ક્લબના વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે, જે સમાજના ઉત્તપ્રેરક તરીકે ઓળખાય છે.  યુથ ક્લબ રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા, કૌશલ્ય વિકાસ તાલીમ, આરોગ્ય વિષયક જાગૃત્તિ, પર્યાવરણ જાળવણી, રાષ્ટ્રીય એકતા, સામાજિક સંવાદિતા ઉપરાંત રમત-ગમત જેવી વિવિધ પ્રવૃત્તિ થકી રાષ્ટ્ર વિકાસમાં સહયોગી બને છે.

યુવા મંડળ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃત્તિ જેમ કે, આરોગ્ય, ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા, કૌશલ્ય વિકાસ તાલીમ, પર્યાવરણ જાળવણી, રાષ્ટ્રીય એકતા, સામાજિક સંવાદિતા ઉપરાંત, રમત-ગમત, સાહસિક કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ, રોજગાર, સામાજિક દુષણો, દહેજ પ્રથા, ઘરેલું હિંસા, સ્ત્રી ભૃણહત્યા, જમીન વિવાદો, સ્વચ્છતા અભિયાન વગેરે પ્રવૃત્તિ કરી હોય તેવા યુવક મંડળો આ યોજનામાં અરજી કરી શકશે, તેમ નહેરુ યુવા કેન્દ્રની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/