fbpx
અમરેલી

ઈન્ચાર્જ કલેક્ટર દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ

ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જિલ્લા સ્તરે માર્ગ સલામતી જળવાઈ રહે અને માર્ગ પર થતાં અકસ્માતની સંખ્યા ઘટે તે ઉદ્દેશ્ય સાથે વિશેષ આયોજન કરવા અને ગત વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ આ બેઠકમાં માર્ગ સલામતીને લઈ વિવિધ મુદ્દાઓ અંતર્ગત વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વર્ષ-૨૦૨૧ની સરખામણીએ વર્ષ-૨૦૨૨ના  વર્ષમાં સમગ્ર જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઓવરઓલ ઘટાડો નોંધાયો છે. માર્ગ સલામતીને ધ્યાને લઈ તમામ તકેદારીઓ રાખવા ઈન્ચાર્જ કલેક્ટરશ્રી દિનેશ ગુરવે સૂચનો કર્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા કમિટી ઓન રોડ સેફ્ટી માટેના દિશાનિર્દેશો આપ્યા છે તેનો યોગ્ય રીતે અમલ થાય તે જોવા સૂચના આપી હતી.  બેઠકમાં રોડ સેફ્ટી કાઉન્સિલના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ ઉપરાંત માર્ગ અકસ્માત દરમિયાન ‘ગોલ્ડન આર’ દરમિયાન ઈજાગ્રસ્તોને સારવાર તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપનારા નાગરિકોને બિરદાવવા માટે આગામી દિવસોમાં અમલમાં આવનાર પ્રોજેક્ટ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/