fbpx
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ રાજુલાની ૮ તાલુકા પંચાયત સીટનો પ્રવાસ પૂર્ણ કર્યો

૧૧ જાન્યુઆરી ર૦ર૩ ને બુધવારના રોજ પ્રવાસના ત્રીજા દિવસે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ રાજુલા–જાફરાબાદ–ખાંભા વિધાનસભા હેઠળ આવતી બારપટોળી, કોવાયા, ભેરાઈ, કડીયાળી, વિસળીયા, દાતરડી, ખેરા અને ચાંચ તાલુકા પંચાયત સીટનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.

જેમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ (૧) બારપટોળી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા હિંડોરણા, જુની અને નવી બારપટોળી (ર) કોવાયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કોવાયા અને રામપરા (૩) ભેરાઈ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ભેરાઈ, વડ, ઉચૈયા, ભચાદર અને ધારાનોનેસ (૪) કડીયાળી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કડીયાળી, દેવકા, ખાંભલીયાળા, નીંગાળા અને છતડીયા (પ) વિસળીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા વિસળીયા, વિકટર, પીપાવાવ અને મજાદર (૬) દાતરડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા દાતરડી, સમઢીયાળા અને રાભડા (૭) ખેરા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ખેરા અને પટવા તેમજ (૮) ચાંચ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ચાંચ અને કથીવદર ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો તેમજ રજુઆતોને ધ્યાને લીધેલ હતી અને તેમના સમાધાન અર્થે અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. જેમાં મોટા ભાગની સમસ્યાઓનો મુળ સ્થળ પર જ ઉકેલ લાવ્યો હતો.

આ પ્રવાસ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મીઠાભાઈ લાખણોત્રા, પૂર્વ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી વિક્રમભાઈ શિયાળ અને શ્રી કરશનભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી હિતેષભાઈ હડીયા, જીલ્લા સોશ્યલ મીડીયા કન્વીનર શ્રી સાગરભાઈ સરવૈયા, ભાજપ અગ્રણી શ્રી બાબભાઈ રામ, શ્રી કરશનભાઈ કલસરીયા–ખાખબાઈ તથા સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/