fbpx
અમરેલી

તાલુકા પંચાયત સીટ વાઈઝ પ્રવાસ પૂર્ણ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી

આજ તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૩ ને શુક્રવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીએ રાજુલા–જાફરાબાદ–ખાંભા વિધાનસભા હેઠળ આવતી રાજુલા તાલુકાની કોટડી અને કાતર તેમજ ખાંભા તાલુકાની મોટા બારમણ, મુંજીયાસર, ડેડાણ–૧, ડેડાણ–ર, નવા માલકનેસ, તાલડા, આંબલીયાળા અને જામકા તાલુકા પંચાયત સીટનો પ્રવાસ કરી સમગ્ર વિધાનસભા સીટનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.

પાંચમાં અને અંતિમ દિવસે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ (૧) કોટડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કોટડી અને ખાખબાઈ (ર) કાતર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કાતર અને ચૌત્રા (૩) મોટા બારમણ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા નાના બારમણ, મોટા બારમણ અને ભુંડણી (૪) મુંજીયાસર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા મુંજીયાસર, સમઢીયાળા, જીવાપર, કાતરપરા, નેસડી અને ગોરાણા (પ) ડેડાણ–૧ અને ડેડાણ–ર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ડેડાણ, જુના માલકનેસ અને વાંગધ્રા (૬) નવા માલકનેસ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા નવા માલકનેસ, બોરાળા અને હનુમાનપુર (૭) તાલડા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા તાલડા, ચક્રાવા, કંટાળા, દડલી અને બાબરપુર (૮) આંબલીયાળા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા આંબલીયાળા, રબારીકા, પીપરીયા, ઘુઘવાણા, પચપચીયા અને સાળવા (૯) જામકા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા જામકા, ત્રાંકુડા અને નીંગાળા–ર ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો તેમજ રજુઆતોને ધ્યાને લીધેલ હતી અને તેમના સમાધાન અર્થે અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. જેમાં મોટા ભાગની સમસ્યાઓનો મુળ સ્થળ પર જ ઉકેલ લાવ્યો હતો.

આ પ્રવાસ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, જીલ્લા ભાજપ મંત્રી શ્રી અમરીશભાઈ જોષી, પૂર્વ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી કરશનભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ ફીંડોળીયા અને શ્રી અરવિંદભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને શ્રી હરીબાપા, તાલુકા પંચાયત સદસ્યો શ્રી હમીરભાઈ ખાટરીયા, શ્રી ભાવેશભાઈ જાદવ, શ્રી અમુભાઈ સુદાણી, શ્રી મહેશભાઈ મકવાણા, શ્રી વશરામભાઈ બારૈયા, શ્રી નાથાભાઈ વાઘ, શ્રી ભીખાભાઈ સરવૈયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રમેશભાઈ જાદવ, યુવા મોરચા પ્રમુખ શ્રી ભગતભાઈ ભમ્મર, કિસાન મોરચા પ્રમુખ શ્રી ચંદુભાઈ દેવેરા, ભાજપ અગ્રણીઓ શ્રી પ્રશાંતભાઈ તંતી, શ્રી અરજણભાઈ વાઘ, શ્રી પ્રેમજીભાઈ સેંજલીયા, શ્રી ભનુભાઈ ચોવટીયા, શ્રી અતુલભાઈ રાદડીયા તથા સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/