fbpx
અમરેલી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીના ગાંધીબાગ સહિત રાજયના ૭૫ સ્થળો પર એક સમયે-એકસાથે ૫૧ સૂર્ય નમસ્કાર

તા.૧૪ જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસે સૂર્યનું ઉત્તર દિશામાં થનાર આયન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યના ૭૫ સ્થળો પર યોગાસન કરતી વ્યક્તિઓ દ્વારા એક સમયે એકસાથે ૫૧ સૂર્ય નામસ્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

           આ આયોજન અંતર્ગત અમરેલી સ્થિત ગાંધીબાગ ખાતે તા.૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમિયાન એક સમયે, એક સાથે ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા. જિલ્લામાં કાર્યરત યોગ બોર્ડના કોચ ટ્રેનર પતંજલિ યોગ આર્ટ ઓફ લિવિંગ, રેડ ક્રોસ સોસાયટી તથા યોગાસન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ વિવિધ સંસ્થાના ભાઈઓ-બહેનો,  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કોચ ટ્રેનર મહેબુબ, એકેડમીના તાલીમાર્થીઓ સહિતના વ્યક્તિઓ જોડાયા હતા.

        પ્રશિક્ષક તરીકે યોગ નિષ્ણાંત અશરફ પરમાર, યોગ બોર્ડનાં કોચ નિકીતા મહેતા, ઇનાયતખાન પઠાણ દ્વારા સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા હતા. તેમના દ્વારા જીવનમાં યોગ પ્રાણાયામનાં મહત્વ વિશે ઉપસ્થિત તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં વધુ નાગરિકો જીવનમાં શારીરિક પ્રવૃત્તિનાં મહત્વ વિશે સજાગ થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળરોગ નિષ્ણાંત ડૉ. નીતિન ત્રિવેદી, વૈદ્ય ડૉ. નિખિલેશ જાની, જિલ્લા રમત ગમત અધિકારી અશરફ કુરેશી, મહાનુભાવો સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/