fbpx
અમરેલી

હરિપુરા ખાતે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-અમરેલી દ્વારા તાજેતરમાં અમરેલી તાલુકાના હરિપુરા ગામ ખાતે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી ડૉ. એન. એસ. જોષીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપવામાં આવી.

આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક શ્રી ડૉ. પી. જે. પ્રજાપતિ અને શ્રી વી. એસ. પરમાર દ્વારા ખડુતોને, ખેતીમાં ઓછા ખેતી ખર્ચે વધુ સારી ખેતી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સુધરે તે અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું મહત્વ, વિવિધ ગાય આધારિત ખાતરો જેવા કે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, મિશ્રપાક પદ્ધતિ, રોગ અને જીવાત નિયંત્રણ માટે વનસ્પતિ આધારિત દવાઓ બનાવવાની પદ્ધતિ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, અમરેલી તથા બીસીઆઈ પ્રોજેક્ટના કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી વધુ અસરકારક ખેતી માટે અને તેનાથી થતાં ફાયદાઓ વિશે જણાવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ખેડુતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/