fbpx
અમરેલી

સાવરકુંડલાના વીજપડી ગામેથી ચોરી કરનાર ઈસમને પકડી ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.

ગુન્હાની વિગતઃ રામજીભાઇ નાગજીભાઇ ચાવડા , ઉં.વ .૪૯ , ધંધો , ખેતી , રહે.વિજપડી , ધાર પાછળ , તા.સાવરકુંડલા , જિ.અમરેલી વાળાએ પોતાની વિજપડી ગામની સીમમાં રાજુલા રોડ ઉપર આવેલ વાડી પાસે પોતાનું બજાજ પ્લેટીના મોટર સાયકલ રજી . નં . GJ – 14 – AB – 6158 કિ.રૂ .૨૪,૦૦૦ / – નું રાખેલ હોય , આ વાડી પાસે રાખેલ મોટર સાયકલ ગઇ તા .૧૫ / ૦૧ / ૨૦૨૩ ના કલાક ૦૬/૧૫ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયેલ . આ અંગે રામજીભાઇ નાગજીભાઇ ચાવડાએ ફરિયાદ લખાવતાં , સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૩૦૦૦૯ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ . શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે વિજપડી – ઘાંડલા ગામ વચ્ચે આવેલ રેલ્વે સ્ટેશન પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી , પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

→ પકડાયેલ આરોપીઃ મયુર શંભુભાઇ ઉનાવા , ઉ.વ .૩૦ , રહે.વિજપડી , ધાર પાછળ , રામાપીરની જગ્યા પાસે , તા.સાવરકુંડલા , જિ.અમરેલી .

પકડાયેલ મુદ્દામાલઃ બજાજ પ્લેટીના મોટર સાઇકલ , રજી.નંબર GJ – 14 – AB – 6158 , કિં.રૂ .૨૪,૦૦૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા , તથા પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી , સલીમભાઇ ભટ્ટી , હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/