fbpx
અમરેલી

દેશી બનાવટની જામાગીરી બંદૂક સાથે એક ઈસમને પકડતી અમરેલી એલ.સી.બી.

ગૌતમ પરમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિક્ષશ્રી હિમકર સિંહ સાહેબ , નાંઓ દ્વારા એ.ટી.એસ. ચાર્ટર મુજબના ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી , આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે એસ.ઓ.જી.ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્મી એ.એમ.પટેલ તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .

તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , ચલાલા માર્કેટયાર્ડ પાછળ તળાવના કાઠા પાસે રહેતો જહાંગીરભાઇ જમાલભાઇ બ્લોચ ધારી ચલાલા રોડ પરબડી ગામના પાટીયા પાસે તીરૂપતી ફાર્મની બાજુમા ગેરકાયદેસર હથિયાર ( અગ્નિશસ્ત્ર ) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે . અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય , જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર ઠથિયા ૨ ) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે .

પકડાયેલ આરોપી : જહાંગીરભાઇ જમાલભાઇ બ્લોચ , ઉ.વ .૪૫ , ધંધો – મજુરી , રહે.ચલાલા માર્કેટયાર્ડ પાછળ , તળાવના કાઠા પાસે , તા.ધારી જી.અમરેલી .

મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથિયાર ) નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી , ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટશ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. રાધેશ્યામભાઇ દુધરેજીયા તથા હેડ કોન્સ . જયેન્દ્રભાઇ બસીયા , આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/