fbpx
અમરેલી

અમરેલીમાં ખાતે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ તા.૨૫ જાન્યુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  (“Nothing like Voting, I Vote for Sure”) “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ આધારિત જિલ્લા કક્ષાની તેરમાં(૧૩) રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અમરેલી જિલ્લા સેવાસદન ખાતે થઈ હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં  જિલ્લા કલેક્ટરશ્રી-વ-જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાના હસ્તે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિજય પટણી, પ્રાંત અધિકારીશ્રી અમરેલી, પ્રાંત અધિકારીશ્રી રાજુલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી ફરજમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ મામલતદાર, બ્લોક લેવલ અધિકારી, સુપરવાઇઝરશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ  મકવાણાએ જણાવ્યુ હતુ કે, જિલ્લા ચૂંટણી તંત્રએ પડકારજનક સ્થિતિ વચ્ચે પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા છે, આ પ્રયત્નો માટે તેમણે સમગ્ર ચૂંટણી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં “Main Bharat Hoo” ગીત સાંભળ્યા બાદ મતદાતાઓએ અવશ્ય મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/