fbpx
અમરેલી

અમરેલીની બજારમાં સિંહ પરિવારની લટાર મારતાનો વીડિયો થયો વાયુવેગે વાયરલ

રાજુલા પંથકમાં સિંહોના આટાફેરા દેખાયા છે. જેના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કોવાયા ગામની બજારમાં સિંહ પરિવારની લટાર જાેવા મળી હતી. બીજી તરફ કોવાયા ખાનગી કંપનીની જેટી નજીક દરિયાઈ ખાડી પાસે સિંહ જાેવા મળ્યો હતો. જંગલ વિસ્તારમાં માનવ વસાહત વધતા જંગલો કપાઈ રહ્યા છે. જેને લઈ સિંહ સહિત વન્ય પ્રાણીઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં વિહરતા જાેવા મળે છે. તાજેતરમાં એવા જ સીસીટીવી સામે આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા મહુવા રોડ પાસે આવેલી ખોડિયાર પાર્ક સોસાયટી નજીક વન્યજીવના આંટાફેરા વધી રહ્યા છે.

જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો છે. ઘરની પાસે મૂકેલા એક સીસીટીવીમાં જંગલી જાનવર પાણી પીતા કેદ થયા હતા. સીસીટીવીમાં ખોડિયાર પાર્કમાં આવેલા એક મકાન પાસે પાણી પીવાની કુંડી મૂકેલી છે. તેમાં મધરાતે સિંહણ પાણી પી રહી હતી અને થોડીવાર બાદ તે જ કુંડીમાંથી દીપડો પણ પાણી પીતો જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક જ વિસ્તારમાં સિંહ અને દીપડાનું હોવું એ જવલ્લે જ બને છે.

ત્યારે સ્થાનિકો પણ આ સીસીટીવી જાેયા બાદ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ અનેકવાર વન્યજીવ અહીં પાણી પીવા માટે આવતા હોય છે. ત્યારે સિંહણ અને દીપડાના પાણી પીતા સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. તેટલું જ નહીં, આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ આ ઘટના બાદ એલર્ટ થઈ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/