fbpx
અમરેલી

સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ક્ષતિગ્રસ્ત મુતરડીનું સમારકામ પૂર્ણ

સમગ્ર વિગતની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એટલે કે અંદાજે ચારેક માસથી જે. વી. મોદી હાઈસ્કૂલ અને સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ મુતરડી ક્ષતિગ્રસ્ત અવસ્થામાં જોવા મળી હતી.  આ સંદર્ભે સાવરકુંડલા શહેરનાં પત્રકાર બિપીનભાઈ પાંધીએ અખબારી અહેવાલ  અને ટેલીફોનીક સંદેશ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશીને આ ક્ષતિગ્રસ્ત મુતરડીનું સમારકામ કરાવવા વિગતે રજૂઆત કરી હતી. 

આ બાબતની નોંધ લઈને સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ રાનેરાએ પણ પ્રમુખ પતિ રાજુભાઈ દોશીની સાથે વિશદ ચર્ચા કરી આ કામગીરી યુધ્ધના ધોરણે પૂરી કરવી જોઈએ તેવો અનુરોધ પણ કર્યો હતો. પરંતુ આ તો સરકારી તંત્ર કહેવાય એટલે એની કાર્ય કરવાની ગતિ તો સરકારી રાહે જ હોય. આમ ઘણાં સમયથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત પે એન્ડ યૂઝ ટોઈલેટનું  સાઈડ પડદી પથ્થર તુટી ગયા હતાં એના હીસાબે લોકોને ટોઈલેટ જતાં ત્યારે રસ્તામાં જતાં લોકો તકલીફ પડતી આ અગત્યના કામનું સજેશન પત્રકાર બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશીને ફોટા સહીત પહોચાડીને રીપેરીંગ કામ બાબતે ધ્યાન પણ અવારનવાર દોર્યું.

નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરાએ સ્થળ મુલાકાત લઈ ફોટોગ્રાફ કરી નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી સાથે ચર્ચા કરી આ મુતરડીની મરામતની કામગીરી  ગઈકાલે કામ પૂર્ણ કરાવેલ છે એટલે લગભગ ચાર મહિનાથી વધુ સમય સુધી ક્ષતિગ્રસ્ત અવસ્થામાં રહેલી આ મુતરડી હવે ફરી પૂર્ણ રીતે ચાલુ થતાં અહીં જે. વી. મોદી હાઈસ્કૂલ અને અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર પાસેના લોકોનો તથા રસ્તા પર પસાર થતાં રાહગીરોનો આ જાહેર મુતરડીનો પ્રશ્ર્ન હલ થતાં આ  વિસ્તારના લોકોમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/