fbpx
અમરેલી

સામાન્ય બજેટ રાષ્ટ્ર અને પ્રજાની સમૃધ્ધિ સુનિશ્ચીત કરતુ બજેટ છે – સાંસદ નારણભાઈ કાછડીયા

આજ રોજ કેેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્રારા પ્રસ્તુત કરવામાં આવેલ વર્ષ ર૦ર૩/ર૪ ના સામાન્ય બજેટને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આવકારેલ છેે અને આજનો નવો ભારત દેશ આઝાદીના સુવર્ણકાળમાં વિકાસની નવી ઉંચાઈઓ પર પહોંચીને રાષ્ટ્ર અને પ્રજાની સમૃધ્ધે સુનિશ્ચીત કરી રહયો છે ત્યારે આ દિશામાં આગળ વધીને આજે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્રારા આત્મનિર્ભર ભારતને મજબુત અને વિકાસલક્ષી અમ્રુતકાળનું બજેટ રજુ કરવા બદલ સાંસદશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો સહદય આભાર વ્યકત કરેલ છે.

સાંસદશ્રીએ વર્ષ ર૦ર૩/ર૪ના સામાન્ય બજેટ અંગે વાત કરતા જણાવેલ છે કે, આ બજેટમાં ખેડુત ભાઈઓની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવવા પ્રકૃતિક ખેતીને પ્રોત્સાહીત કરવા અંગે પ્રાધાન્ય આપવામાં આવેલ છે. સાથો સાથ‘ સર્વ સમાવેશક વિકાસ, છેવાડા સુધીની પહોંચ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણ, ક્ષમતાને ઉજાગર કરવી, ગ્રીન ગ્રોથ, યુવા શકિત અને નાણાક્ષેત્ર એમ આ ૭ (સાત) વિકાસલક્ષી વિશેષતાઓ અને પ્રાથમિકતાઓના પરીણામે દેશના વિકાસને નવી ગતિ મળશેે. સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સામાન્ય બજેટના નીચે મુજબના મુખ્ય અંશો અંગે લોકોનું ધ્યાન દોરેલ છે.

 પ્રધાનમંત્રીશ્રીના ત્વરીત અને ઐતિહાસીક નિર્ણયો થકી ભારતની અર્થવ્યવસ્થામાં સતત વધારો થવા પામેલ છે અને છેલ્લા ૯ વર્ષમાં વિશ્વની ૧૦મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનેલ છે.
 સરકાર આગામી ત્રણ વર્ષ સુધી ૧ કરોડ ખેડુતોને પ્રાક૬૩ઘઠસતિક ખેતી માટે પ્રોત્સાહીત અને સહાયતા કરશે.
 પશુપાલન, ડેરી અને મત્સ્યોધોગને ધ્યાને રાખી ક૬૩ઘઠસષિ લોનનો લક્ષ્યાંક ર૦ લાખ કરોડ સુધી વધારવામાં આવશે.

 ૬૩ હજાર કૃષિ ૠણ સોસાયટીઓને કોમ્પ્યુટર રાઈઝ કરવા માટે રૂા. ર,પ૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
 ર,ર૦૦ કરોડની આત્મનિર્ભર સ્વચ્છ પૌઘ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.
 ગોબરધન યોજના અંતર્ગત પ૦૦ નવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
 ભારતને શ્રીઅન્ના અંતર્ગત ગ્લોબલ હબ બનાવવામાં આવશે.
 કૃષિ ક્ષેત્ર માટે ર૦ લાખ કરોડ બેંક કજનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.
 યુવાઓ માટે ૧પ૭ નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે.
 પજી સેવાઓ પર આધારીત એપ્લીકેશનના વિકાસ માટે ૧૦૦ લેબોરેટરી સ્થાપીત કરવામાં આવશે. જેનાથી યુવાઓને રોજગારી પ્રાપ્ત થશે.
 યુવાઓને ધંધો/રોજગાર ચાલુ કરવા માટે પાન કાડને મુખ્ય આધાર માનવામાં આવશે.
 યુવાઓ ગ્રામીણ વિસ્તારમાં એગ્રી સ્ટાર્ટપ ચાલુ કરી શકે તે માટે કૃષિ વધકનીધીની સ્થાપના કરવામાં આવશે.
 આગામી ત્રણ વર્ષમાં લાખો યુવાનોનું કૌશલ્ય વધારવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ૪.૦ અમલમાં મુકાશે.
 અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રશિક્ષુતા પ્રોત્સાહન યોજના અંતર્ગત 3 વર્ષમાં ૪૭ લાખ યુવાઓને ભથ્થુ પ્રદાન કરવા ડી.બી.ટી. ચાલુ કરવામાં આવશે.
 આગામી ત્રણ વર્ષમાં એકલવ્ય મોડલ સ્કુલોમાં ૩૮,૮૦૦ શિક્ષક અને સ્ટાફની ભરતી કરવામાં આવશે.
 વરિષ્ઠ નાગરીકોના બચત ખાતા યોજનામાં મહતમ જમા રાશીની સીમા ૧પ લાખથી વધારી ૩૦ લાખ કરવામાં આવી.
 નવી કર નીતી મુજબ આવક મર્યાદા પ લાખથી વધારી ૭ લાખ સુધીની કરવામાં આવી. જેનાથી મધ્યમ વર્ગને ૭ લાખ સુધી કોઈપણ પ્રકારનો ટેકસ ભરવો પડશે નહી.
 લાખો સરકારી કર્મચારીઓ માટે કૌશલ વધારવા ઓનલાઈન પ્રશિક્ષણ મંચ ‘આઈ–ગોટ કર્મયોગી ‘ નો શુભારંભ કરવામાં આવશે.
 રૂા. ૬ હજાર કરોડના નિવેશ સાથે પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજનાની નવી પેટા યોજના ચાલુ કરવામાં આવશે.
 વાઈબ્રેંટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સમાવેશ થતાં ગામોમાં આવેલ પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
 હસ્તશિલ્પ ઉત્પાદકોના પ્રોત્સાહન માટે તેમજ વેચાણ માટે યુનીટી મોલ સ્થાપીત કરવામાં આવશે.

 આઝાદીના અમ્રુત મહોત્સવ અંતર્ગત નવી લઘુ બચત યોજના અને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શરૂ કરવામાં આવશે.
 કોવીડ મહામારીથી પ્રભાવીત થયેલ એમ.એસ.એમ.ઈ. ઉધોગકારોને રાહત આપવામાં આવશે.
 નાના કારોબારીઓ માટે ૧ એપ્રિલથી નવી ક્રેડીટ ગેરંટી સ્કીમ અમલમાં લાવવામાં આવશે.
 નવી સ્કીમમાં એમ.એસ.એમ.ઈ. ને ૧% ઓછો વ્યાજ આપવું પડશે.
 અનુસુચિત જનજાતિના વિકાસ માટે આગામી ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી પી.વી.ટી.જી. વિકાસ મિશન લાગુ કરવામાં આવશે. આ માટે રૂા. ૧પ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 બેંક વ્યવસ્થાના સુધાર તેમજ રોકાણકારોના સંરક્ષણમાં વૃધ્ધી માટે કાયદામાં સંશોધન પ્રસ્તાવ કરવામાં આવશે.
 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રકમમાં ૬૬% વધારો કરી ૭૯,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી.
 રેલવેના વિકાસ માટે રૂા. ર.૪૦ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી.
 ટ્રાન્સપોટ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૭પ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
 પ૦ નવા એરપોટ અને હેલીપેડનું નિર્માણ કરવામાં આવશે.
 શહેરી વિકાસ માટે વાર્ષિક ૧૦ હજાર કરોડ ખર્ચ કરવામા’આવશે.
 સૌર સુરક્ષા ક્ષેત્રમાં ૩પ હજાર કરોડનું રોકાણ તેમજ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં ર૦ હજાર કરોડનું રોકાણ કરવામાં’આવશે.
 એક વર્ષ મફત અનાજ આપવા માટે રૂા. ર લાખ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

આમ, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સર્વ સમાવેશક વિકાસ અને સામાન્ય માણસની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય વિકાસને સમર્પિત . ૧૩૭ લાખ કરોડનું ઐતિહાસીક અમ્રુત કાળનું બજેટ રજુ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/