fbpx
અમરેલી

ગ્રામ્ય અર્થતંત્રને સમૃધ્ધ બનાવતું, સહકારી પ્રવૃતિને જબૂતાઈ આપતુ ગતિશીલ બજેટ – દિલીપ સંઘાણી

કૃષિ અને સહકાર ક્ષેત્રે લાંબાગાળાના આયોજનો, વિકાસ અને આધુનિકરણને કેન્દ્ર સરકારે બજેટમા સ્થાન આપતા ગ્રામીણ અર્થતંત્ર,બેકીંગ સવલત, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સવલત ખુબજ લાભકારક બની રહેશે તેમ કેન્દ્રીય બજેટ પ્રસ્તુતીને આવકારતા રાષ્ટ્રિય સહકારી આગેવાન–એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, સહકાર મંત્રી અમીતભાઈ શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવતા જણાવ્યું છે.

રૂા.રપ૧૬ કરોડના ખર્ચે દેશની લગભગ ૬૩ હજાર થી પણ વધુ કૃષિ–સહકારી મંડળીઓનું કોમ્પ્યુટીકરણ સાથે ડેટાબેઝથી દેશવ્યાપી જોડાણ કરશે જે સમગ્ર દેશમા પ્રથમવાર આ પ્રકારની આધુનિકતા, ૠણ, વિમા, જમીનની તંદુરસ્તી, સ્વસ્થ ઉત્પાદન, પોષણક્ષમ વળતર, આવક બમણી કરવા, સિંચાઈ માટે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, ડેરી યોજનાઓ, મત્સ્યોદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ગ્રામીણ આર્થિક સહયોગ સહિતની મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરીને કષિ સહકારી પ્રવૃતિઓનો સકારાત્મક દ્રષ્ટિકોણ દેશના વિકાસમા મહત્વપૂર્ણ બની રહે તે દિશામા જવાબદારીપૂર્ણ અભિગમ દર્શાવ્યો છે. ભારતીય રાષ્ટ્રિય સહકારી સંઘના સહકારથી સમૃધ્ધિ આયોજનો, વિકાસ પ્રવૃતિઓ અનેસંકલ્પોનો પડઘો બજેટમા જોવા મળે છે તદ્ઉપરાંત ભૂ–જળસ્તર ઉપર ઉઠાવવા, ખેત ઉત્પાદનનું સ્ટોરેજ અને વેંચાણ સ્વયંમ કિસાન કરી શકે તેવી વ્યવસ્થાઓનો સમાવેશ દેશની કૃષિ પ્રવૃતિ માટે મોટુ પીઠબળ બની રહેશે તેમ જણાવી સંઘાણીએ બજેટ સરવાગી વિકાસકારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ.

ભારતને મજબૂત અને સમૃદ્ધ બનાવતુ લાભકારક બજેટ આપવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન સાથે દિલીપ સંઘાણીએ બજેટમા સમાવાયેલ પ્રવૃતિને આવકારી કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યાનું યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/