fbpx
અમરેલી

ગુજરાત રાજય તકેદારી આયોગ સમક્ષ PGVCL ના સાડા ચાર કરોડ ના જમણવાર ને લઈ ફરિયાદ 

અમરેલી જિલ્લામાં આવેલ તોઉતે વાવાઝોડા દરમ્યાન પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી -૧ –૨– અને ૩ ના દ્વારા ૫૧૨ કરોડના નુકશાન ખર્ચ અને બીજા જીલ્લા ઓમાથી આવેલ અઘીકારી કર્મચારીની ટીમોના જમવા તથા રહેવાના રુપીયા ૨,૧૧,૩૫,૮૩૪૪– ના ખર્ચ તેમજ સાવરકુંડલા કચેરી નિચેના અંદાજે ૨,૫૦,૦૦,૦૦૦/– રુપીયા જેવા ખર્ચની તપાસ કરી જવાદબાર સામે પગલાં લેવા માંગ અમરેલી જિલ્લામા તાકતે વાવાઝોડાના કારણે પી.જી.વી.સી.એલ. કચેરી વર્તુળ −૧, વર્તુળ –૨ અને વર્તુળ —૩ ના જિલ્લાના તમામ તાલુકામાં (૧) અમરેલી તાલુકામાં ૨૦૫૧.૯૭ (લાખમાં), (૨) લાઠી ૧૧૪૨.૦૯ (લાખમાં) (૩) લીલીયા ૭૬૬.૯૮ (લાખમાં) (૪) બાબરા ૧૦૮૬,૩૧ (લાખમાં) (૫) કુંકાવાવ વડીયા ૧૭૦.૧૬ (લાખમાં), (૬) ધારી ૮૭૨૫.૮૦ (લાખમાં) (૭) બગસરા ૨૦૫૧.૨૪ (લાખમાં) (૮) સાવરકુંડલા ૧૦૨૦૦.૯૩ (લાખમાં) (૯) ખાંભા ૬૬૯૫.૩૧ (લાખમાં) (૧૦) રાજુલા ૧૦૧૨૧.૪૦ (લાખમાં) (૧૧) જાફરાબાદ ૬૬૮૬.૭૮ (લાખમાં), આમ કુલ ફીડર –૬૦૫ ના નુકશાની પામેલ એચ.ટી. પોલ ૧૩૮૬૫૨ એલ.ટી.ના ૨૮,૯૯૮ પોલ ટ્રાન્સફોર્મર નુકશાન ગ્રસ્ત ૨૪૦૯૭, સીંગલ ફેઈઝ સર્વિસ નુકશાન ૨૩૭૫૦ અને થ્રિફેઈઝ ૧૨૪૫૦ ના થયેલ કુલ નુકશાનના ખર્ચ રુ. ૫૧૨૮૮.૯૬ (લાખમાં) એટલે કે, ૫૧૨ કરોડથી વધુ ખર્ચ થયેલ છે.

તેમજ, અન્ય જિલ્લામાંથી આવેલ અઘીકારી અને કર્મચારીને રહેવા, જમવાનો ખર્ચ વર્તુળ કચેરી –૧ અમરેલીના ૨ા. ૧,૫૫,૭૩,૯૮૭– અને વર્તુળ કચેરી ૨ અમરેલીનો ર।. ૫૫,૬૧,૮૪૭ તેમજ સાવરકુંડલા ના રૂપિયા. ૨,૫૦,૦૦,૦૦૦/– બે કરોડ પચાસ લાખથી વધુના ખર્ચે આમ સાડા ચાર કરોડથી વધુના ખર્ચના જમવા અને રહેવાના જેમા ટીએડીએ ના સમાવેશ થતા નથી, તા સરકારી નાણાના વગર ટેન્ડર, જીએસટી નંબર વગરના હોટલના બીલી, જમવાના બીલો રજુ કરી આ કચેરી દ્વારા આવડી મોટી રકમના કોઈપણ નિતી નિયમનું પાલન કર્યા વગર ખર્ચ કરવામા આવેલ છે.

જે બાબતેની અધીક મુખ્ય સચિવશ્રી, ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ, ગાંધીનગરને મેં તા. ૧૮/૧૧/૨૦૨૧ નારોજ રજૂઆત કરેલ. જે બાબતે હાલ સુધી આ બાબતે કોઈ જ તપાસ કરવામા આવેલ નથી. તેમજ, તા. ૨૦/૯/૨૦૨૧ ના મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયને પણ આ અંગે રજૂઆત કરેલી હતી. તેમ છતા આજદિન સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામા આવેલી નથી. તો ગુજરાત રાજય તકેદારી વિભાગ આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ સત્વરે તપાસ કરી જવાબદાર તમામ અધીકારીઓ, કર્મચારીઓ સામે પગલા ભરવા મારી આ રજૂઆત છે.

આ અંગે આર ટી આઈ હેઠળ માહિતી માં રેકર્ડ ઉપર કરાયેલ આટલા મોટા કૌભાંડ માં જરૂરી આધાર પુરાવા પંચરોજ કામો સાથે રાજ્ય ના ઉચ્ચ અધિકારી સમક્ષ સાડા ચાર કરોડ થી વધુ ના PGVCL જમણવાર કૌભાંડ માં આ અધિકારી ઓ કેટલા કઈ હોટલ માં કેટલું રોકાણા હતા એક ટાઈમ ના જમવા રહેવા નો ભાવ કે વિગત શુ ? સાપ ગયો પણ લીસોટા રહ્યા તૌઉતે વાવાઝોડું આ વિસ્તાર માટે ભારે વિનાશકારી સાબિત થયું પણ PGVCL ના ભ્રષ્ટ બાબુ ઓમાટે તો આશીર્વાદ રૂપ બની ગયું આટલો મોટો ખર્ચ જમવા રહેવા પાછળ કરનાર તંત્ર  એ પાછું લટકા માં ટીએડીએ તો મેળવ્યું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/