fbpx
અમરેલી

વારંવાર પેપર ફૂટવાની ઘટનાને લઈને વીવીધ માંગ સાથે કલેક્ટરને આવેદન આપતી કોંગ્રેસ પક્ષ

ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સમાન વારવાર પેપર લીકની ઘટના થઈ રહી છે . ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચુકી છે વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે . તાજેતરની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૯ લાખથી વધુ વિધાર્થીઓના ભવિષ્ય રોળાયા છે , સપના તૂટ્યા છે . “ કોઈ ચમરબંધીને છોડવામાં નહી આવે તેવી માત્ર મોટી મોટી વાતો કરતી ભાજપ મુખ્ય સુત્રધાર ચમરબંધીને પકડવામાં નિષ્ફળ નીવડી છે . ઘણા લાબા સમયથી ઉજ્જવળ ભવિષ્ય – આર્થિક ઉત્થાન માટે યુવાનો પોતાના ઘરથી દુર રહી , કલાસીસ , જમવા રહેવા પાછળ ખુબ ખર્ચ કરે છે અને ભાજપ સરકાર પારદર્શક સુરક્ષિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાને બદલે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે ગુજરાત સ્ટેટ લો કમિશનના સ્પષ્ટ તારણો છતા ભાજપ સરકાર કડક જોગવાઈ સાથેનો કાયદો ઘડવામા ઉણી ઉતરી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર માટે વિવિધ પરીક્ષાર્થીઓ પાસેથી લાખો રૂપિયાનો વેપાર બહાર આવ્યો છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂપિયા ૯ લાખમા પેપર વેચાયાનું બહાર આવ્યું છે . તેમ છતા આ અંગે મુખ્યમંત્રીશ્રી અથવા પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તસ્દી લેવાઈ નથી કે કોઈ બાહેધરી પણ આપવામાં આવી નથી જે ખુબ જ દુઃખદ બાબત છે . ભાજપ સરકારમાં વારવાર પેપર ફોડવા માટે ઓર્ગેનાઈઝડ ગેંગ કામ કરી રહી હોય તેમ સ્પષ્ટ થતુ જાય છે .

પંચાયત સેવા પસંદગી મંડળ ફક્ત ભ્રષ્ટાચારઓ માટે જ કામ કરતુ હોય તેવું લાગે છે . પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મળતિયાઓને પાછલા બારણે ઘુસાડવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે . પેપર ફૂટ્યાનું સ્વીકાર્યા બાદ નાની માછલીઓને પકડીને મોટા મગર – માને છોડી દેવામાં આવે છે . પેપર ફૂટવાના સમગ્ર કૌભાડમા દેખાડા પુરતી * કલમો ઉમેરવામાં આવી છે . સરકારની આવી કામગીરીના લીધે સરકાર ઉપર શંકા ઉભી થાય છે .

દર વખતે જયારે – જયારે પેપર ફૂટે છે ત્યારે ઔપચારિક પુરતી ફરિયાદ દાખલ થાય છે અને માત્ર લાભાર્થી અથવા તો પેપરનો ફેલાવો કરવાવાળા લોકો પકડાય છે પરંતુ સમગ્ર ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન ક્યારેય થયો નથી . ભૂતકાળમાં જેટલી વખત પેપર ફૂટવાની ઘટનાઓ બની છે તેમાંથી બોધપાઠ લઈ કોંભાડના મૂળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડકરીઓ ઉપર દાખલો બેસાડી શકાયો હોત પરંતુ તેવું ન થવાના લીધે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થયા કરે છે .

સરકારના પોતાના પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતા ખાનગી પ્રેસમાં પરીક્ષાઓના પેપર છપાવવાનું શું કારણ છે તે સમજી શકાતું નથી . શું સરકારને પોતાના પ્રેસ પર વિશ્વાસ નથી ? ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષ ૨૦૧૪ માં રેવન્યુ તલાટી , વર્ષ ૨૦૧૫ – ચીફ ઓફિસર – પંચાયતી તલાટી . વર્ષ ૨૦૧૮ માં પોલીસ રક્ષક દળ વર્ષ ૨૦૧૮ માં શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી – ટાટ – વર્ષ ૨૦૧૯ માં બિન સચિવાલય કલાર્ક , વર્ષર ૦ ર ૧ – ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયક , હેડ કલાર્કના પેપરકૂટવાની ઘટનાઓ વારંવાર બને છે જેના કારણે બેરોજગાર યુવાનોન અન્યાય થઈ રહ્યો છે અને સરકાર જેની જવાબદારી છે તેની સામે કડક પગલાઓ લેવામાં આવતા નથી ત્યારે સરકારની નીતિ અને નૈતિકતા ઉપર અનેક સવાલો ઉભા થાય છે .

નોકરી માટે દિકરા – દિકરીને ટ્યુશન ક્લાસમા મોકલીને વર્ષો સુધી પરીક્ષાઓ અપાવી સરકારી નોકરી મળવાની આશા રાખીને બેઠા હોય છે ત્યારે સરકારની અને પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળની મિલીભગતને કારણે આવા આશાસ્પદ યુવાનોના મા – બાપની આશાઓ પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ પોતે પણ વર્ષો સુધી માનસિક યાતના ભોગવી સતત પરીક્ષાના દબાણમાં રહે છે અને આવા યુવાનો આપઘાત કરવા સુધીના પગલાઓ ભર્યાના બનાવો પણ સામે આવે છે .

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ જુનિયર કલાર્કની પરીક્ષાનુ પેપર ફૂટવાની ઘટનામાં કોંગ્રેસ પક્ષની નીચે મુજબની માંગ છે .

(૧) ભાજપ સરકારમાં વારવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવે

(૨) પેપર ફૂટવા અંગેના કેસો માટે સ્પેશીયલ કોર્ટની રચના કરી એક વર્ષમાં ટ્રાયલ પૂરી કરવામાં આવે

(૩) ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે .

(૪) પ્રમાણિક – નિષ્ઠાવાન અધિકારીના વડપણ હેઠળ એસ.આઈ.ટી દ્વારા તપાસ કરવામાં આવે

(5)સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ફી નાબુદ કરી અને પરીક્ષાના કોલ લેટરને રેલ્વે – બસમાં નિશુલ્ક પરિવહનનો પાસ ગણવામાં આવે .

(૬) વિધાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ભરી – ટયુશન ક્લાસ , મોટા શહેરોમાં રહેવા – જમવાના ખર્ચાઓ કરીને તૈયાર કરી હોઈ છે . ત્યારે પરીક્ષા રદ થતા મહિનાઓ સુધી પુનઃ ક્લાસ અને તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે તેથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામા આવે

(૭) પુનઃ પરીક્ષા ન લેવાય ત્યા સુધી ઉમેદવારોને માસિક રૂપિયા ૫000 / – ટયુશન ક્લાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચુકવવામાં આવે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/