fbpx
અમરેલી

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી પર હુમલો

એક દાયકા પહેલાં ગુજરાતભરમાં ચકચાર જગાવનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગિરી ગૌસ્વામી પર આજે જીવલેણ હુમલો થયો હતો. આથી તેમને સારવાર માટે પહેલાં ઊના સરકારી દવાખાને અને બાદમાં જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની એક દાયકાથી વધુ સમય પહેલાં અમદાવાદમાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જેમાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ધર્મેન્દ્રગિરી ગૌસ્વામી મુખ્ય સાક્ષી છે.

તેમના પર આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં જીવલેણ હુમલો થયો હતો. હુમલો કેવી રીતે થયો, કોણે કર્યો અને શા માટે કર્યો તેની વીગતો હજુ જાણવા મળી નથી. આ બનાવ અંગે તેમની સાથે આવેલા મહેશભાઇ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રગિરીના પુત્રનું અપહરણ થયું હતું. તેની ફરિયાદ પોલીસ લેતી નહોતી. આથી તેણે હાઇકોર્ટમાં રીટ પિટિશન કરી હતી. આથી પોલીસે ફરિયાદ નોંધી પણ તેમાં નિવેદનો નથી લીધા. આથી ફરી તેમણે પિટિશન કરી હતી. જેની આજે સુનાવણીની તારીખ હતી. આ તારીખમાં તેઓ જતા હતા ત્યારે આ રીટ પિટિશન પાછી ખેંચાવવા તેમનું અપહરણ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/