fbpx
અમરેલી

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એકલવ્ય રમતોત્સવ-૨૦૨૩નો હર્ષોલ્લાસ સાથે ભવ્ય સમાપન સમારોહ યોજાયો

પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમરેલી દ્વારા અમરેલી સ્થિત વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ ખાતે નગર એકલવ્ય રમતોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. એકલવ્ય રમતોત્સવ-૨૦૨૩નો ભવ્ય સમાપન સમારોહ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા અને લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ, શિલ્ડ અને પ્રમાણપત્રો ઉપરાંત ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલી દ્વારા સૌપ્રથમવાર આ સંયુક્ત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. કુલ ૧૪ શાળાના સંયુક્ત એકલવ્ય રમતોત્સવ-૨૦૨૩માં ૧,૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓએ ભાગ લીધો હતો. ૫૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ગોળા ફેંક, સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ, ખો-ખો જેવી વિવિધ આઉટડોર ગેમ્સ રમીને ભૂલકાંઓએ રમતગમતની મજા માણી હતી. આ ઉપરાંત રમતોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા.

            વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ એકલવ્ય રમતોત્સવ-૨૦૨૩ સમાપન પ્રસંગને સંબોધતા જણાવ્યુ હતુ કે, રમતગમતની પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, બાળકોને સુંદર વાતાવરણમાં, સારી બિલ્ડિંગમાં, ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર કટિબદ્ધ છે. એકલવ્ય રમતોત્સવ-૨૦૨૩ સમાપન પ્રસંગે લાઠી-બાબરા મત વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનિષાબેન રામાણી, અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તુષારભાઈ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી કુરેશી સહિતના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, રમતવીરો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/