fbpx
અમરેલી

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી જિલ્લાના ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઈચ્છુકો માટે રાજ્યના ખાનગી અગ્રગણ્ય એકમ લ્યુમેક્ટ ઈન્ડસ્ટ્રી સાણંદ માટે માટે ૧૮ થી ૨૬ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોની ખાલી જગ્યાઓને અનુરુપ આવશ્યકતા છે.

ધો.૧૦, ધો.૧૨ તેમજ આઈટીઆઈનો તકનીકી અભ્યાસક્રમ કર્યો હોય તેવી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ અમરેલી ખાતે આગામી તા.૧૭ ફેબ્રુઆરી, ૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા મહિલા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સિકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.

અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક   https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/