fbpx
અમરેલી

સાવરકુંડલા વકીલ મંડળના તમામ વકીલમિત્રો આજે કોર્ટ કાર્યવાહીથી  અળગા રહ્યાં

સાવરકુંડલા વકીલ મંડળના તમામ વકીલમિત્રો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. આ સાથે બાર રૂમ આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યાં. ગયા ચાર વર્ષ પહેલા સાવરકુંડલા ખાતે નવી સેશન્સ કોર્ટની બેચનું ઉદ્ઘાટન થતા સાવરકુંડલા વકીલ મંડળના સભ્યોએ પોતાનો વકીલ રૂમ કોર્ટની બેઠક વ્યવસ્થા માટે ફાળવી આપેલ અને ત્યારે તંત્ર દ્વારા એક વર્ષની અંદર નવો વકીલ રૂમ બનાવી આપવા જણાવેલ હતું પરંતુ ચાર વર્ષ વિતવા છતાં વકીલો માટે વકીલ રૂમ બનાવી આપવામાં આવેલ ન હોય તેમજ સાવરકુંડલા કોર્ટમાં વકીલો તેમજ પક્ષકારો માટે પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા ન હોય.

તેથી આજરોજ સાવરકુંડલા વકીલ મંડળના તમામ વકીલ મિત્રો એક દિવસની હડતાલ રાખી કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા અને આગામી ૧૫ દિવસની અંદર નવા વકીલ રૂમનું બાંધકામ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારેલ છે પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા સાવરકુંડલા વકીલ મંડળ દ્વારા માંગ પણ  કરવામાં આવેલ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/