fbpx
અમરેલી

ગુજરાત બજેટ ૨૦૨૩-૨૦૨૪ ને આવકારતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને વધુ મજબૂત બનાવતું અને ભારતનાં 2047નાં અમૃતકાળનો રોડ-મેપ સમું બજેટ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યનાં નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ રજૂ કર્યું. 

આ બજેટની જો વાત કરવામાં આવે તો

ગુજરાતની વિકાસ યાત્રાના પાંચ સ્તંભ

1 સમાજના ગરીબ વર્ગ માટે પાયાની સુવિધા સાથે સામાજિક સુવિધા આપવી

2 માનવ સંસાધન વિકાસ 

3 વિશ્વસ્તરીય આંતર માળખાકીય સુવિધાઓનો  વિકાસ 

4 ખાનગી રોકાણને પ્રોત્સાહન

5 વિકાસ થકી પર્યાવરણનું સંરક્ષણ

આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી વિકાસ ઉત્કર્ષ યોજનાની જાહેરાત

શ્રમયોગીઓના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત

લક્ષ્ય અંત્યોદય,પ્રણ અંત્યોદય,પથ અંત્યોદય સાર્થક કરવા

ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરાશે

આ બજેટની સૌથી ખાસ વાત એ છે કે એમાં કોઇપણ પ્રકારનાં નવા કરવેરા નાંખવામાં આવ્યા નથી અને જૂના કરવેરામાં વધારો કરવામાં આવ્યો નથી. 

અત્યાર સુધીનું સૌથી વધુ 3 લાખ 1 હજાર 22 કરોડનું લોક-હિતકારી બજેટ રજૂ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ સહિત સર્વ અધિકારીશ્રીઓને સુરેશ પાનસુરીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે

આ બજેટ ગુજરાતનાં વિકાસને વધુ વેગવંતો બનાવશે, લોક-હિતકારી નીવડવાની સાથે નાગરિકોનાં જીવનને વધુ સુગમ બનાવશે. ગુજરાતનાં ઔદ્યોગિક, સાંસ્કૃતિક, કૃષિ અને શૈક્ષણિક વિકાસને નવી ઉંચાઇઓ પ્રાપ્ત થશે એની મને ખાતરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/