fbpx
અમરેલી

ઐતિહાસીક બજેટને આવકારતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્રારા આજરોજ રજુ કરવામાં આવેલ રાજયના ઐતિહાસીક બજેટને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આવકારી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કરેલ છે તથા રાજયના તમામ નાગરીકોને ઐતિહાસીક બજેટ બદલ અભિનંદન પાઠવેલ છે. આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ આ બજેટમાં ગુજરાત સરકારની પ્રાથમિકતાના મુખ્ય પાંચ સ્તંભ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. જેમાં (૧) સમાજના ગરીબ વર્ગ માટે પાયાની સુવિધા સાથે સામાજીક સુવિધા આપવી (ર) માનવ સંસાધન વિકાસ (૩) વિશ્વસ્તરીય આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ (૪) ખાનગી રોકાણને પ્રોત્સાહન અને (પ) વિકાસ થકી પર્યાવરણનું સંરક્ષણનો સમાવેશ થાય છે.

સાંસદશ્રીએ અમૃતકાલમાં રજુ કરાયેલ અગ્રેસર ગુજરાતના બજેટને રાજયના ઈતિહાસનું સૌથી મોટું રૂા. ૩,૦૧,૦રર કરોડનું ઐતિહાસીક બજેટ તેમજ રાજય અને જનમેદનીના વિકાસની બ્લુ પ્રિન્ટ ગણાવેલ છે અને સાથે સાથે બજેટ અંગે નીચે મુજબના મુખ્ય અંશો અંગે લોકોનું ધ્યાન દોરેલ છે.

 આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂા. ૩૪૧૦ કરોડની ફાળવણી.
 જળ સંપતિ વિભાગ માટે રૂા. ૯પ૦૦ કરોડની જોગવાઈ
 ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ માટે રૂા. ૮૭૩૮ કરોડની જોગવાઈ
 શહેરી અને શહેરી ગૃહ નિર્માલ વિભાગ માટે રૂા. ૧૯,૬૮પ કરોડની જોગવાઈ.
 ગુજરાત સરકાર ગરીબોના કલ્યાણ માટે આગામી પાંચ વર્ષમાં રૂા. ર લાખ
કરોડનો ખર્ચ કરશે.

 યુવાનોમાં સ્વ રોજગારી માટે મુકવામાં આવેલ વિવિધ યોજનાઓ માટે રૂા. પ૦૦કરોડનો ખર્ચ કરશે.
 ૧૦ હજાર કરોડના ખર્ચ ર૦ હજાર શાળામાં પ૦ હજાર નવા ઓરડાઓબનાવાશે.
 ૧.પ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ કલાકરૂમ બનાવાશે.
 શ્રમિકો માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત.
 પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે કુલ રૂા. ૧૦,૭૪૩ કરોડનીજોગવાઈ.
 વૃધ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ માટે આર્થિક સહાય યોજના હેઠળ રૂા. ૧૩૪૦ કરોડની જોગવાઈ.
 સૈનિક શાળાઓ જેવી ૧૦ રક્ષા શકિત સ્કુલ શરૂ કરવામાં આવશે.
 આયુષની વિવિધ યોજનાઓ માટે રૂા. ૩૭૭ કરોડ અને તબીબી સેવા માટે કુલ રૂા. ૧ર૭૮ કરોડની જોગવાઈ.
 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના માટે રૂા. ૧પ૦૦ કરોડની જોગવાઈ.
 શિક્ષણ વિભાગ માટે રૂા. ૪૩,૬પ૧ કરોડની જોગવાઈ
 દિવ્યાંગોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવા માટે રૂા. પર કરોડની જોગવાઈ.
 સ્માર્ટ સીટી મિશન માટે રૂા. પ૪૭ કરોડની જોગવાઈ.
 ફાટક મુકત અભિયાન અંતર્ગત નવા ફલોઓવર/અંડર બ્રીજ માટે રૂા. ૧૧૩૧ કરોડની જોગવાઈ.
 દરેક જી૬ત્સિલામાં ૧ જી૬ત્સિલા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્થાપવામાં આવશે.
 આંગણવાડીમાં જરૂરી સાધન સામગ્રી અને ડીજીટલ લની૬/ગ્:ત્સગ માટે સૌ પ્રથમવાર ૪ કરોડની જોગવાઈ
 મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂા. ૬૦૬૪ કરોડની જોગવાઈ
 માગ૬/ગ્:ત્સ અને મકાન વિભાગ માટે રૂા. રર,૦૦ કરોડની જોગવાઈ
 બંદર એન વાહન વિભાગ માટે રૂા. ૩,પ૧૪ કરોડની જોગવાઈ
 ૧પ થી ૧૮ વર્ષની ની કિશોરીઓ માટે પૂણા૬/ગ્:ત્સ યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે રૂા. ૩૯૯ કરોડની જોગવાઈ
 વ્હાલી દિકરી યોજના અંતર્ગત રૂા. ૧પ૦ કરોડની જોગવાઈ
 ઉજજવલા યોજના અંતર્ગત રાજયના ૩૯ લાખ કુંટુબોને દર વષે૬/ગ્:ત્સ ર રાંઘણગેસ સિલિન્ડર વિના મૂ૬ત્સિયે રીફીલીંગ કરી આપવામાં આવશે.

 પ્રધાનમંત્રી ગરીબ ક્લાયણ અન્ન યોજના અંતર્ગત ૭૧ લાખ રેશનકાડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે રૂા. ૬૧૭ કરોડની જોગવાઈ
 પાંચ નવી નર્સિંગ કોલેજ સ્થાપવામાં આવશે.
 આગામી ત્રણ વર્ષમાં સિમાવતિ વિસ્તારને રોડથી સંપૂર્ણપણે જોડવા પરીક્રમા પથની જાહેરાત.

અંતે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગુજરાતના ઐતિહાસીક બજેટ બદલ પુન: મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી બજેટની કાર્યકરણીમાં જોડાયેલા સર્વે અધિકારીઓ અને પદાધિકારીઓનો સહદય આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/