fbpx
અમરેલી

વધતા તાપમાન હિટ સ્ટ્રેસથી ઘઉંનાં પાકને બચાવવા ખેડૂતોએ રાખવાનની કાળજી બાબતે માર્ગદર્શિકા અનુસરવી

હવામાન વિભાગ દ્વારા તાપમાન હિટ વેવની શક્યતા હોવા અંગે આગાહી કરવામાં આવી હોય તાપમાન હિટ વેવની શક્યતાને ધ્યાને લઈ ઘઉંના પાકને નુકશાન થઇ શકે છે. આથી, ઘઉંના પાકને નુકશાન ન થાય અને આવું સંભવિત નુકશાન ટાળી શકાય તે માટે ભારત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ મંત્રાલય, દિલ્હી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, તેથી ખેડૂતોને આ માર્ગદર્શિકાને અનુસરવા અને અમલમાં મૂકવા ભલામણ કરવામાં આવી છે.  ખેડૂતોને ઘઉંમાં જરુરિયાત મુજબ હળવું પિયત આપવાની સલાહ આપવામાં આવે છે.

જો પવનની ગતિ વધારે હોય તો પિયત આપવાનું બંધ કરવું યોગ્ય છે કારણ કે વધુ પિયતથી પાક  ઢળી શકે છે, અને તેના કારણે પાકના નુકસાનની સંભાવના રહે છે. સ્પ્રિંકલર (કુંવારા) સિંચાઈની સુવિધા હોય તેવા ખેડૂતોએ, તાપમાનમાં વધારો થવા પર બપોરે ૩૦ મિનિટ સુધી સ્પ્રિંકલર (ફુવારા) વડે પિયત કરી શકે છે. જો ટપક સિંચાઈની સુવિધા હોય ઘઉંના પાકમાં યોગ્ય ભેજ જાળવવો જરુરી છે.

તાપમાનમાં અચાનક વધારો થવાના કિસ્સામાં ઘઉંના પાક પર પોટેશિયમ ક્લોરાઇડ ૦.૨ ટકા દ્રાવણનો છંટકાવ કરવો જેથી અચાનક તાપમાનમાં વધારો થવાનાં કારણે ઘઉંને નુકસાનથી બચાવી શકાય છે. ઘઉં પાકમાં સાંકડા પાંદડાવાળા નિંદામણના નિયંત્રણ માટે ક્લોડિનાફોપ ૧૫ ડબલ્યુ.પી. ૧૬૦ ગ્રામ પ્રતિ એકર અથવા પિનોક્સાર્ડન ૫ EC ૪૦૦ મિલી, પ્રતિ એકર ઉપયોગ કરવો. પહોળા પાંદડાવાળા નીંદણના નિયંત્રણ માટે ર, ૪-ડી અથવા મેટસલ્ફાન ૨૦ ડબ્લ્યુ. પી. ૮ ગ્રામ પ્રતિ એકર અથવા કાફેન્ડ્રા ઝોન ૪૦ ડી.એફ. ૨૦ ગ્રામ એકરના દરે છંટકાવ કરવાની ભલામણ આપવામાં આવી છે.

    ખેડૂત ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ ઘઉંના પાકમાં પીળી રસ્ટ રોગ માટે નિયમિતપણે તપાસ કરતા રહે, પીળા રસ્ટનાં રોગના કિસ્સામાં નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંશોધન સંસ્થા અથવા કૃષિ વિભાગના નિષ્ણાંતની સલાહ મેળવી લેવી. જ્યારે પીળા રસ્ટની પુષ્ટિ થાય ત્યારે ૨૫ EC. ૦૧ ટકા દ્રાવણ બનાવી અને છંટકાવ કરવો. એક એકર માટે ૨૦૦૦ મિલી, દવાને ૨૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ઘઉંમાં લીફ એફિડ (ચેપા) માટે સતત નજર રાખવી. જો લીક એફિડસની વસ્તી આર્થિક ઇજાના સ્તર (ETL-૧૦-૧૫ એફિડ/છોડ) કરતાં વધી જાય, તો ક્વિનાલફોસ ૨૫% EC. નામની દવા ૪૦૦ મિલી ૨૦૦-૨૫૦ લીટર પાણીમાં ભેળવી પ્રતિ એકરના દરે છંટકાવ કરવો. માસીકાંડી, જંગલી ઓટ્સ, પોઆ ઘાસ જેવા સાંકડા પાંદડાઓ સાથે જવ શિયાળના ઘાસના નિયંત્રણ માટે પિનોક્સાર્ડન ૫ ઇ.સી. ૪૦૦ મિલી એકર દીઠ અને પહોળા પાંદડાવાળા નીંદણ માટે મેટ્સલ્કાન ૨૦ ડબલ્યુ પી. ૮ ગ્રામ એકર અથવા ૨,૪-ડી નો ઉપયોગ કરી શકાય છે. આથી ઘઉંના પાકને નુકશાન થાય નહિ તે બાબતે કાળજી લેવા, નાયબ ખેતી નિયામકશ્રી અમરેલીએ ખેડૂતોને અનુરોધ કરતા એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/