fbpx
અમરેલી

મોટરસાયકલના વાહન માલિકો માટે એ.આર.ટી.ઓ.ની નવી સીરીઝ GJ 14 BE 0001 થી 9999 માટે ઈ-ઓક્શન

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી કાર્યક્ષેત્રના તમામ મોટરસાયકલ ધારકો માટેની નવી સીરીઝ GJ 14 BE 0001 થી 9999 અને  માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે વાહન માલિકોએ નીચે મુજબની પ્રક્રિયા અનુસરવાની રહેશે. આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તા.૦૩ થી ૦૫ માર્ચ ૨૩ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી કરી શકાશે. ઈ-ઓકશનમાં બિડીંગ કરવાનો સમયગાળો તા.૦૫ થી તા.૦૭ માર્ચ, ૨૩ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત ઈ-ઓકશનનું પરિણામ તા.૦૭ માર્ચ, ૨૩ રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઓનલાઈન ઓકશનમાં ભાગ લેવા માટે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લિંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તારીખોમાં બીડીંગ કરવાનું રહેશે. વાહન ખરીદીના ૭ દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. અરજદારોએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૦૫ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે.

ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે. આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા વાહન માલિકોને સફળ માનીને બાકીનાં નાણા ૦૫ દિવસમાં ભરવા માટે એસ.એમ.એસ. અને અથવા તો ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. નાણા હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે પરત કરવાના રહેશે.  એટલે કે, નેટ બેંકિંગ, ક્રેડીટકાર્ડથી ચુકવણું  કર્યુ હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં એસ.બી.આઈ. ઈ-પેમેન્ટ દ્વારા પરત કરવામાં આવશે. આ હેતુ માટે ઓનલાઈન એમ.આઈ.એસ. અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવી.

          સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીના જણાવ્યા મુજબ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટેનો વીડિયો ‘યુ-ટ્યૂબ’માં ઈ-ઓક્શન, આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી વીડિયો જોઈ શકાશે. વધુમાં ઈનવોઈસ અને વીમાની તારીખ બેમાંથી જે વહેલાં હોય તે તારીખથી સાત દિવસ થતા હોય તેવા વાહન માલિકો જ ઓક્શનમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે કચેરીના હેડ ક્લાર્કનો સંપર્ક કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/