fbpx
અમરેલી

e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં એક ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી , વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે , અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e – FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે . જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી -FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે .

ગુનાની વિગતઃ ગઇ તા .૦૮ / ૧૨ / ૨૦૨૨ ના રોજ મેહુલભાઇ બચુભાઇ શ્રીમાળી , ઉ.વ .૩૧ , રહે.લાઠી , આલમગીરી હોટલની આગળ , તા.લાઠી , જિ.અમરેલી વાળા પોતાનો મોબાઇલ ફોન કિ.રૂ .૨૦,૦૦૦ / – નો અમરેલી શહેરમાં માધવ હોસ્પીટલ આગળ પોતાની ગાડીમાં ચાર્જીંગમાં મુકેલ હોય , કોઇ અજાણ્યો ચોર ઇસમ આ ચાર્જીંગમાં રાખેલ મોબાઇલ ફોનની ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે મેહુલભાઇ દ્વારા e – FIR કરાવેલ હોય , જે e – FIR અંગે ખરાઇ કરી , તેના પરથી અમરેલી સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૩૦૦૮૧ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . કરવામાં આવેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e – FIR દ્વારા દાખલ થયેલ અનીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e – FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પક્ડી પાડી , નાગરિકોના ચોરાયેલ વાહન , મોબાઇલ ફોન તેમને પાછા મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા .૨૭ / ૦૨ / ૨૦૨૩ નાં રાત્રીના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા , હવેલી ચોકમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ રાહુલ રાજેશભાઇ શાહ , ઉ.વ .૨૩ , રહે.વાવેરા , તા.રાજુલા , જિ.અમરેલી . રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ એક સેમસંગ કંપનીનો S – 10 મોડલનો મોબાઇલ ફોન કિં.રૂ .૨૦,૦૦૦ / – નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ . યુવરાજસિંહ વાળા , લીલેશભાઇ બાબરીયા , તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/