fbpx
અમરેલી

ભાજપ સરકારે પાંચ વર્ષમાં વીજ ગ્રાહકોને માથે રર% નો જંગી ભાવવધારો કર્યો : પરેશ ધાનાણી

મહિને ર૦૦ યુનિટ વીજળી વાપરતા ગ્રાહકો ઉપર ઈલેકિટ્રસિટી ડયુટી સાથે ગણતાં ડિસેમ્બર ર૦૧૭ માં જે યુનિટદીઠ રૂ. ૬.પપ વસૂલાતાં હતા, તે ડિસેમ્બર – ર૦રર ની સ્થિતિએ વધીને યુનિટદીઠ રૂ. ૭.૯૪ લેખે વસૂલાય છે, પરિણામે આ યુનિટદીઠ રૂ. ૧.૩૯ ના ખર્ચનો વધારો એ ટકાવારી દષ્ટિએ રર ટકા જેટલો જંગી છે. વર્ષ ર૦રર માં ભાજપ સરકારે પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ સરેરાશ રૂ. પ.૬ર રહી છે. જેમાં ગ્રાહકો પાસેથી સરેરાશ યુનિટદીઠ રૂ. ૩.ર૬ વસૂલાયા છે. જયારે આશરે યુનિટે રૂ. ર.પ૦ની વસૂલાત હજી પેન્ડીંગ છે.

ગુજરાતની ભાજપ સરકાર અને તેની ઉર્જા ક્ષેત્રનો મુખ્ય કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ – જીયુવીએનએલ રાજયમાં વર્ષોથી વીજળીના દર વધ્યાં ના હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં પડદા પાછળથી બળતણ ખર્ચ અને વીજળી ખરીદ ખર્ચમાં વધારાને નામે ફયુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ – એફપીપીપીએમાં દર વર્ષે ભાવવધારો ગ્રાહકોના માથે નાંખવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં એ.પીપીપીએમાં રર ટકાનો જંગી ભાવવધારો કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/