fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં ઉજવાયો રંગભેર તિકલ હોળી કાર્યક્રમ

જાફરાબાદ તાલુકાની વારાહસ્વરૂપ પા. શાળામાં તિકલ હોળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના દ્વારા શરૂ થયેલા આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ વિવિધ ભાષાઓમાં હોળી – ધુળેટી પર્વ વિષય ઉપર વક્તવ્યો આપ્યા હતા. જેમાં શિયાળ દયાબેન બાબુભાઈ (ધોરણ – 8) તથા સાંખટ શ્રધ્ધાબેન  (ધોરણ – 4) દ્વારા ગુજરાતીમાં , ચૌહાણ ગીતાબેન મનસુખભાઇ (ધોરણ – 7) દ્વારા અંગ્રેજીમાં તથા ચાવડા કાજલબેન જીવણભાઈ (ધોરણ -8) દ્વારા હિન્દી ભાષામાં વક્તવ્ય અપાયા હતા.

આ કાર્યક્રમમાં પર્વને અનુરૂપ ધોરણ 3 ની 5 ની બાળાઓ દ્વારા “હોલિયા મે ઉડે રે ગુલાલ”  તથા ધોરણ 8ની બાળા મકવાણા હંસાબેન દડુંભાઈ “દ્વારા રંગ રંગ હે” જેવી અભિનય કૃતિઓ રજૂ થઈ હતી. આ કાર્યક્રમાં આકર્ષણનું કેન્દ્ર સંગીતવૃંદ રહ્યું હતું. જે થકી  સાંખટ ઉજીબેન ટીણાભાઈ (ધોરણ – 8) તથા શિયાળ દયા બાબુભાઈ  (ધોરણ – 8) આ બંને બહેનો દ્વારા હોળી ગીતો રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી કિશનભાઇ ડોડિયાએ પ્રાસંગિક ઉદબોધન તથા શિક્ષકશ્રી રાજેશભાઈ જોષીએ વિશેષ માહિતી આપી હતી.

કાર્યક્રમના અંતે ધોરણ – 3ની વિદ્યાર્થિનીઓ દ્વારા કાર્યક્રમાં ઉપસ્થિતિ તમામ બાળકો તથા ગુરૂજનોને તિલક કરાયા હતા, જેથી બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન ધોરણ – 7 ની વિદ્યાર્થિની ચૌહાણ ગીતાબેન મનસુખભાઈએ કર્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનુ સંકલન શાળાના શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/