fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ મણીનગર  વિસ્તારમાં આગ લાગતાં તંત્રની યુધ્ધના ધોરણે આગ ઓલવવાની કામગીરી

સાવરકુંડલા વિસ્તારનાં મણીનગર વિસ્તારમાં આવેલા એક જૂના મોટર સાયકલના ગોડાઉનમાં આગ લાગતાં સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનો સાથે નગરપાલિકા સદસ્ય નાસીરભાઈ ચૌહાણ, રાજેભાઈ ચૌહાણ અને સોહિલ શેખ તુરંત ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા માટે દોડી આવ્યા હતા. આ તકે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, સાવરકુંડલા શહેર ભાજપના પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણ સમેત અનેક કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

આ તકે પોલીસ સ્ટાફ તથા જીઈબીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય નાસીરભાઈ ચૌહાણે એક ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલી જાન પ્રસંગે ફટાકડા ફૂટતાં એકાદ ફટાકડો ગોડાઉનમાં પડ્યો અને ગોડાઉનમાં ટાયર અને ઓઈલ હોય જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવેલ.

જો કે ફાયર બ્રિગેડના અને નગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક રહીશો તથા નગરપાલિકા સદસ્યોની સમયસૂચકતાને કારણે અને આગ ઓલાવવવાની યુધ્ધના ધોરણે થયેલ કામગીરીને કારણે બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. સમયસરની કામગીરીને કારણે આગ આગળ ફેલાતી અટકાવી શકાય હતી.. આ સંદર્ભે સાવરકુંડલા શહેરની કોમી એકતાના પણ દર્શન થયાં હતાં..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/