fbpx
અમરેલી

ગુજરાતના ખેડૂતો માટે રાજયના કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતને આવકારતા નાયબ મુખ્ય દંડક કોશિક વેકરિયા

ગુજરાતના ખેડૂતો માટે રાજયના કૃષિ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતને આવકારતા નાયબ મુખ્ય દંડકશ્રી કોશિક વેકરિયા. કાંટાળા તારની વાડ માટે રૂપિયા ૪૦૦ કરોડની જોગવાઈ સાથે પાંચ હેકટરના કલસ્ટરની મર્યાદા દૂર કરી એક હેકટરની જોગવાઈ કરાઇ.

ગુજરાતના ખેડૂતો માટે આવક બમણી કરવાના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સફળ બનાવવાના પ્રયાસરૂપે ખેડૂતો માટે અનેક લાભકારી યોજનાઓની ગુજરાત સરકારે જાહેરાત કરેલ છે. ગુજરાતના ખેડૂતો માટે ખાતરમાં અપાતી સબસીડી, ખેતી વીજ બીલમાં અપાતી રાહત, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, સુક્ષ્મ પિયત પધ્ધતિને પ્રોત્સાહન, બાગાયતી પાકો, દૂધ ઉત્પાદન પ્રોસેસીંગ, જળસંચયના ઘનિષ્ટ કાર્યક્રમો તથા યાત્રિકરણમાં પ્રોત્સાહન સાથે ટેકાના ભાવે કૃષિ ઉત્પાદન ખરીદી, જેવા અનેકવિધ પ્રકલ્પો સરકાર દ્વારા અમલમાં છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અને ખેડૂત અકસ્માત વિમા સાથે કૃષિ સહાય પેકેજની જાહેરાત ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવવા હેતુ સરકારે અમલમાં મૂકી છે ત્યારે અત્રે કેટલીંક વધુ રાહતોની કૃષિ રાજય મંત્રીશ્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે.

જેને કૌશિક વેકરિયાએ ખેડૂતલક્ષી ગણાવી વધાવી છે. કાંટાળા તારની વાડ માટે ચાલુ વર્ષે સરકારે ૪૦૦ કરોડની માતબર રકમની જાહેરાત કરવા સાથે પાંચ હેકટરના કલસ્ટરના બદલે એક હેકટરના કલસ્ટરની જાહેરાત કરી છે. જેમાં સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર કીટ ખરીદવા ૫૦ કરોડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવેલ છે. વધુમાં રાજય સરકાર દ્વારા નવા ૧૫૦ સ્થાયી પશુ દવાખાના અને કેન્દ્રની યોજનામાં રાજયને ૧૨૭ ફરતા પશુ દવાખાના પણ ઉપલબ્ધ થનાર છે. જે બાબતે કૌશિક વેકરિયાએ ખેડૂત હિત લક્ષી ગણાવી રાજય સરકારની જાહેરાતને આવકારી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/