fbpx
અમરેલી

ભાજપ સરકારે શ્રમ અને રોજગાર વિભાગમાં લોલમલોલ, મજૂરોના કલ્યાણ ને બદલે વહીવટી ખર્ચ પાછળ જ રૂા. ૧૦૬ કરોડ ખર્ચી નાંખ્યા : પરેશ ધાનાણી

ગુજરાતમાં બાંધકામ સેસ પેટે સરકાર કરોડો રૂપિયા ઉઘરાવે છે, પણ મજૂરોના કલ્યાણ પાછળ ખર્ચ જ કરતી નથી. બાંધકામ સેસ પેટે સરકારની તિજોરીમાં કુલ રૂા. ૪પ૦ કરોડ જમા છે, પણ છેલ્લા બે વર્ષમાં રાજય સરકારે મજૂરોના કલ્યાણ પાછળ માત્રને માત્ર ૬૩ કરોડ જ ખર્ચ કર્યો છે.

કરોડો રૂપિયા સરકાર ઉઘરાવે છે તો પછી આ બધા નાણાં જાય છે કયા ? શ્રમ રોજગાર વિભાગ ગરીબ મજૂરોના કલ્યાણ માટે પૂરતો ખર્ચ પણ કરતું નથી, શ્રમિક અન્નપૂર્ણા યોજના, હાઉસિંગ સબસીડી, ભાગ્યલક્ષ્મી બોન્ડ, આકસ્મિક મૃત્યુ સહાય, વીમા યોજના, ટીડીએસ, ધનવંતરી આરોગ્ય રથ સહિત અનેક યોજના પાછળ બાંધકામ સેસની રકમ વપરાય છે, શ્રમ રોજગાર વિભાગની યોજનાઓ ઘણી છે પણ બે વર્ષથી લાભાર્થીઓ જ મળતા નથી.

રાજય સરકારે શ્રમિક કલ્યાણની યોજનાઓ પાછળ વર્ષ ર૦ર૧ માં રૂા. ર૭.૬પ કરોડ અને વર્ષ ર૦રરમાં રૂા. ૪પ.પ૭ કરોડ ખર્ચ કર્યો હતો.આ સરકારી યોજનાની વહીવટ સરકારે વર્ષ ર૦ર૧ માં રૂા. પ૬.ર૭ કરોડ અને વર્ષ ર૦રર માં પ૦.૦૪ કરોડ વાપરી નાંખ્યા હતા. ગુજરાતની ભાજપ સરકારે સેસની રકમ વહીવટી અને મહેકમ ખર્ચ પાછળ વાપરી નાંખી. ગુજરાતમાં આજે ર૦ લાખ થી વધુ બાંધકામ શ્રમિકો છે, પણ શ્રમિકોને સરકારી યોજનાનો લાભ મળતો નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/