fbpx
અમરેલી

ખેડુતો ઉપર માવઠારૂપી આફત આવી છે ત્યારે ભાજપના ધારાસભ્યો ક્રિકેટ મેચ રમવામાં મશગૂલ : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં છેલ્લા ૧પ દિવસથી માવઠારૂપી વરસાદ જુદી–જુદી જગ્યાએ પડી રહયો છે, જેને લીધે ગુજરાતના ખેડુતોને ઘઉં,ચણા,જીરૂ,ધાણા, મગફળી, કપાસ વગેરે જેવા તૈયાર થઈ ગયેલા પાકોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ખેડુતો આખુ વર્ષ તનતોડ મહેનત કરીને પાકને તૈયાર કરતા હોય
છે, અને છેલ્લે જયારે કુદરત રૂઠે ત્યારે ખેડુતોના તૈયાર પાકને નુકશાની જાય છે, આવા સમયે ગુજરાતની ભાજપ સરકારે ખેડુતોના હમદર્દ બનીને મદદ રૂપ બનવું જોઈએ, તેના બદલે ગુજરાત ભાજપના ધારાસભ્યો ક્રિકેટ મેચ રમવામાં મશગૂલ બની ગયા છે.

આવી કુદરતી આફત આવે ત્યારે ખેડુતોને પાકવીમો આશીર્વાદ સમાન હતો તે પણ આ ભાજપ સરકારના પાપે આજે બંધ થઈ ગયો છે, અને ખેડુતો નિરાધાર થઈ ગયા છે, જો ભાજપના ધારાસભ્યો લોકમત મેળવીને લોકપ્રતિનિધિ બનીને ગુજરાતની વિધાનસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયા હોય તો લોકોની અને ખેડુતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કામ કરવું જોઈએ, ગુજરાતના ખેડુતો માથે માવઠા રૂપી આફત આવી છે ત્યારે ભાજપના ધારાસભ્યોએ તત્કાલ સર્વે કરવાની કામગીરી તથા જે ખેડુતોને નુકશાન ગયું છે.

તેના માટે તેને તાત્કાલીક વળતર મળે તે દિશામાં કામ કરવું જોઈએ. જયારે ગુજરાતની જનતા ઉપર કુદરતી આફત આવે ત્યારે ગુજરાતની સરકારે તથા જનપ્રતિનિધિઓએ ગુજરાતની જનતા સાથે ખંભે ખંભો મીલાવીને પડખે ઉભું રહેવું જોઈએ.જયારે જનતા જનાર્દન પર કુદરતી આફત આવી હોય અને ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના ધારાસભ્યો હોળી–ધૂળેટી રમવામાં, ક્રિકેટ મેચ રમવામાં મશગૂલ હોય તે ખૂબ જ શરમ જનક બાબત
કહેવાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/