fbpx
અમરેલી

રાજુલા ટાઉનમાથી એક ઈસમને ચોરીના મોટર સાઈકલ સાથે પકડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા માર્ગદર્શન આપેલ હતુ .

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે .

→ પકડાયેલ આરોપીઃ રોહીત માલાભાઇ બાંભણીયા , ઉ.વ .૫૨ , રહે.વાંગધ્રા , તા.ખાંભા , જિ.અમરેલી .

→ પકડાયેલ મુદ્દામાલઃ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી . નં . GJ – 05 – BQ – 3830 , કિં.રૂ .૧૨,૦૦૦ /

મજકુર ઇસમને મોટર સાયકલ બાબતે પુછ પરછ કરતા આ મોટર સાયકલ આશરે બે મહિના પહેલા ઉના તાલુકાના રામેશ્વર ગામે ખોડીયાર આશ્રમથી ચોરી કરેલાની કબુલાત આપેલ હોય , જે અંગે ખાત્રી કરતા આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં ઇ.એફ.આઇ.આર. રજીસ્ટર થયેલ હોય , પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા , તથા પો.કોન્સ . લીલેશભાઇ બાબરીયા , વિનુભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/