fbpx
અમરેલી

મનરેગા યોજના અંતર્ગત પેમેન્ટમાં પડતી મુશ્કેલીઓ અંગે લોકસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી સંસદીય વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત સોફટવેર અપડેટના કારણે વ્યકિતગત લાભાર્થીઓ તેમજ ગ્રામ પંચાયતોને પેમેન્ટ તેમજ એન્ટ્રી અંતર્ગત પડી રહેલ મુશ્કેલીઓ દુર કરવા બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૃહ માં ૩૭૭ અંતર્ગત પ્રશ્ન ઉઠાવી સદનમાં ઉપસ્થિત મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરેલ છે. સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ મનરેગા યોજના એક રોજગાર ગેરેંટી યોજના છે અને મનરેગા યોજનાના સોફટવેરમાં એન.આઈ.સી. દ્રારા કરવામાં આવેલ સીસ્ટમ અપડેટના કારણે સોફટવેરમાં લેબર અને સ્કીલ મસ્ટર ડીસપ્લે થતા ન હોવાના લીધે અમરેલી સંસદીય ક્ષેત્ર હેઠળ આવતા ભાવનગર જીલ્લા ના મહુવા તાલુકાના ડુંડાસ, જાંબુડા, કોંજળી અને કાળેલા ગામમાં વ્યકિતગત લાભાર્થીઓના માનવદીનનું પેમેન્ટ થઈ શકતું નથી. તેમજ વર્ષ : ર૦ર૧/રર અને વર્ષ : ર૦રર/ર૩ ના સ્કીલ અને મટીરીસ કામમાં વેજ લીસ્ટ સુધી એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ ફસ્ટ સાઈનમાં તેની એન્ટ્રી ડીસપ્લે ન થવાને લીધે પણ વ્યકિતગત કામોના પેમેન્ટ થઈ શકતા નથી.

ઉપરાંત સીસ્ટમ અપડેટ થવાના લીધે અમરેલી જી૬ત્સિલાના ખાંભા અને રાજુલા તાલુકામાં સ્કીલ મસ્ટર રોલ ફીલ અને ડીસપ્લે થઈ રહયા નથી. તેમજ નેશનલ મોબાઈલ મોનિટરીંગ સિ્ાસ્ટમમાં હાજરીથી ઈ–મસ્ટર રોલ ફીલ કરતી વખતે એડીટનો ઓપ્શન ડીસપ્લે થતો ન હોવાને લીધે પણ પેેમેન્ટ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જેના લીધે અમરેલી સંસદીય વિસ્તારના શ્રમિકોને સમયસર તેઓના નાણા મળી રહયા નથી. તો મનરેગાના સોફટવેરની પ્રક્રિયા વધુ સરળ બને તેમજ એન્ટ્રી અને પેમેન્ટના કિસ્સામાં આવી રહેલ ટેકનીકલ એરર દુર થાય તે માટે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવી સત્વરે કાર્યવાહી કરવા મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરેલ હોવાનુું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/