fbpx
અમરેલી

વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં એક અનોખો પ્રયોગ

સંસ્થા દ્વારા સાવરકુંડલા શહેરમાં ૧૦,૦૦૦ ચકલીના માળા ઘરે ઘરે જઈ વિના મૂલ્યે વિતરણ અભિયાન સતત શરૂ અને આજ દિન સુધીમાં ૪૫૦૦ થી વધારે માળાનું વિતરણ પુરું કરાયું.

સાવરકુંડલા શહેરમાં સંસ્થા દ્વારા ૧૦,૦૦૦ ચકલીનાં માળા વિના મૂલ્યે શહેરીજનોને આપવામાં આવશે.

સાવરકુંડલા શહેરમાં વિશ્વ ચકલી દિન નિમિત્તે ૨૦-માર્ચ થી શરૂ કરાયેલ અહીં પ્રકૃતિના સંવર્ધન અને ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા શહેર તેમજ સાવરકુંડલા તાલુકામાં ચકલીના માળાનું ઘરે ઘરે તેમજ શૈક્ષણિક શાળાઓમાં જઈ વિના મૂલ્યે વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો. ચકલી ઘર અર્થાત્ ચકલીનાં માળાએ ચકલીનું આશ્રય સ્થાન ગણી વિલુપ્ત થતી નિર્દોષ ચકલીઓને બચાવવાની વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંસ્થા દ્વારા જે કોઈ વ્યક્તિને ચકલીના માળા જોઈતા હોય તેમણે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના હેલ્પ લાઈન નંબર સંપર્ક-૯૦૯૯૦૫૮૧૫૮ પર પોતાનું નામ, ગામ, એડ્રેસ અને મોબાઈલ નંબર લખીને રજીસ્ટ્રેશન કરાવવું આજના ગ્લોબલ વોર્મિગ અને ક્લાઈમેટ ચેન્જના યુગમાં વિલુપ્ત થઈ રહેલી ચકલીને બચાવીને પણ આપણે પર્યાવરણ સુધાર ક્ષેત્રે આપણું યોગદાન આપી શકીએ. ચકલીના માળા ઈચ્છુક વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે એટલે આ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે તેના ઘરે પહોંચતાં કરવામાં આવશે જે અંગેની યાદી વન પ્રકૃતી ચેરીટેબલ ટ્રસ્ટ- સાવરકુંડલા દ્વારા પ્રાપ્ત થયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/