fbpx
અમરેલી

અમરેલીમાં ‘હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ’ કાર્યક્રમ સંપન્ન

રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે અમરેલી સ્થિત ગાંધી બાગ ખાતેના BAPS પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓપન એર થિયેટર ખાતે તાજેતરમાં ‘હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ શિક્ષક શ્રી સુભાષભાઈ પારેખ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી જયદિપભાઈ ચૌહાણ, કોચ શ્રી નિકિતા મહેતા, શ્રી ઈનાયતખાન પઠાણ, શ્રી અજય ડેર દ્વારા યોગ પ્રોટોકોલ મુજબ આસનો અને પ્રાણાયમની સમજ આપવામાં આવી હતી. ધ્યાનના શારીરિક, માનસિક ફાયદો તેમજ દૈનિક જીવનમાં યોગ અને ધ્યાનના ઉપયોગિતા મૂલ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. આ અભ્યાસ થકી તણાવમુક્ત જીવન માટે ધ્યાન અને યોગના નિત્યક્રમનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અશરફ કુરેશીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/