fbpx
અમરેલી

આવતીકાલે રામનવમી.. અર્થાત રામજન્મોત્સવ, સાવરકુંડલા શહેર રામ નામના રંગે રંગાઈ  જશે

આવતી કાલે રામનવમી.. ભગવાન શ્રી રામજન્મોત્સવ. સાવરકુંડલા શહેરમાં દર વર્ષની જેમ રામનવમી નિમિત્તે  નીકળતી શોભાયાત્રાનો એક અલગ જ અંદાજ હોય છે. વિવિધ પ્રકારના ફલોટ્સ સાથે શણગારેલા વિવિધ વાહનોમાં નિયત કરેલાં રૂટ પર આ શોભાયાત્રા નીકળે છે. સમગ્ર શહેર જાણે રામમય હોય તેવું વાતાવરણ જ્યારે શોભાયાત્રા નીકળે છે ત્યારે જોવા મળે છે. ઠેર ઠેર શરબત, ઠંઠા પીણાં, છાશ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ લોકો દ્વારા કરવામાં આવે છે. બળદગાડી, ઘોડેસવારી, તેમજ વિવિધ આકર્ષક શણગાર સજીને લોકો પણ આ શોભાયાત્રામાં હોંશે હોંશે સામેલ થાય છે.

અબીલ ગુલાલની છોળો વચ્ચે પસાર થતી એ રથયાત્રાની શોભા પણ અનેરી હોય છે. ધજા પતાકાથી શણગારેલ વિસ્તારોની શોભા પણ ધ્યાનાકર્ષક હોય છે. લોકો પણ આ શોભાયાત્રાના દર્શન કરવા ઉમટી પડે છે જાણે માનવમેદનીનો મહાસાગર..રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં રોશની પણ ઝગમગાટ કરતી જોવા મળે છે.

આમ તો સનાતની પરંપરા મુજબ આ દિવસે વ્રત ઉપવાસ પર ઘણાં લોકો ખૂબ જ ભક્તિભાવથી કરે છે. બપોરે શહેરના રામજી મંદિરોમાં ભગવાન શ્રી રામની આરતી પણ કરવામાં આવે છે. આ સમયે પણ અનેક શ્રધ્ધાળુઓ મંદિરોમાં દર્શનાર્થે જતાં હોય છે એકંદરે રામનવમી એ ભારતીય સંસ્કૃતિની એક અનોખી પહેચાન છે.

પ્રસ્તુત તસવીરમાં રામનવમી નિમિત્તે રોશનની ઝલક જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/