fbpx
અમરેલી

શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ સાવરકુંડલા દ્વારા રામ નવમી ની પૂર્વ સંધ્યાએ મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ સાવરકુંડલા દ્વારા રામ નવમી ની પૂર્વ સંધ્યાએ રામ મંદિર અયોધ્યાના થ્રીડી બેનર અને નાસિક ઢોલના ધબકારે, ડીજેના તાલ સાથે સાવરકુંડલાના ઇતિહાસમાં પ્રથમ વાર મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.  શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને રામભક્ત શ્રી હનુમાનજી મહારાજ ના સ્વરૂપે નાના બાળકોને અદભુત રીતે તૈયાર કરવામાં આવેલ અને સમૂહ મહાઆરતી કરવામાં આવેલ. જેના મુખ્ય યજમાન સાવરકુંડલા ના સફાઈ કર્મચારી બહેનો હતા.

મહા આરતી મા ભાગ લીધેલ તમામ બહેનોને નામ નોંધણી કરીને એક એક ટોકન આપવામાં આવેલ. મહા આરતી બાદ એક લકી ડ્રો કરવામાં આવેલ. જેમાં વિજેતા બનેલા દસ ભક્તોને એક એક ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવેલ. 

આ કાર્યક્રમમાં કબીર ટેકરી સાવરકુંડલાના મહંત શ્રી નારાયણદાસ સાહેબ તેમજ કુંડલપુર હનુમાનના મહંત શ્રી કરસનગીરી બાપુ, ઘનશ્યામદાસ બાપુ ઉપસ્થિત રહેલ… આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ સાવરકુંડલાના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/