fbpx
અમરેલી

કે. કે. હાઈસ્કૂલમાં થયેલ એનએસએસ વાર્ષિક શિબિરનું આયોજન

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલ દ્વારા તા.૨૫/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી એનએસએસની ખાસ વાર્ષિક શિબિરનું આયોજન ધજડી મુકામે કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત શિબિરના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં સાવરકુંડલા/લીલીયાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી, ધજડી ગામના સરપંચશ્રી ભરતભાઈ ધડુક, સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી આર. આર. પટેલસાહેબ, એનએસએસ  નોડેલ અધિકારીશ્રી નિરવભાઈ કારીયાસાહેબ, સમગ્ર ધજડી ગામના આગેવાનશ્રીઓ, ધજડી પ્રાથમિક શાળાનો સ્ટાફ, ધજડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, કે. કે. હાઈસ્કૂલનો સ્ટાફ પરિવાર તેમજ એનએસએસનાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર શિબિર દરમિયાન ગ્રામસફાઈ, ભીંતસૂત્રો, પ્રેરણાત્મક પ્રવચન વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ધજડી ગામના સરપંચશ્રી ભરતભાઈ ધડુકના સહકારથી આશરે ૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બે દિવસ સુધી શ્રી જેઠાભાઇ પંડ્યા, દ્રષ્ટિબેન કાલાવડીયા, હરેશભાઈ મહેતા, શાંતિભાઈ નાકરાણી આ બધા જ કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ એનએસએસ ના સ્વયંસેવકો દ્વારા ગીતો નૃત્ય નાટક વગેરે પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમની આગેવાની જાગૃતભાઈ દવેએ સંભાળી હતી. આ ઉપરાંત પરોઢે વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં પ્રભાતફેરીનું આયોજન થયું હતું. તેમજ તા. ૩૦/૦૩/૨૦૨૩ ના રોજ શ્રી વિદ્યાગુર ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી. ટીમ દ્વારા ગ્રામજનોને નિઃશુલ્ક નિદાન, સારવાર અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત શ્રી માંજરીયા સાહેબના સહકારથી મીતીયાળા વન વિભાગ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટાફ પરિવારમાંથી શ્રી કમલેશભાઈ ગોંડલીયા, શ્રી ધનેશભાઈ પટેલ, શ્રી અજયભાઈ ચાવડા, શ્રી વર્ષાબેન પટેલ, શ્રી રીનાબેન નાગર, શ્રી પ્રિયંકાબેન રોકડ, શ્રી ઇલાબેન દાફડા વગેરે કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પ્રોગ્રામ ઓફિસર શ્રી ભારતીબેન ચુડાસમાએ સમગ્ર કેમ્પનું સફળ સંચાલન કર્યું હતું. તેમજ કેમ્પ ઓર્ડીનેટર શ્રી જયંતીભાઈ પટેલે પ્રશંસનીય કામગીરી કરીને શિબિરને સફળ બનાવી હતી. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ ખડદીયાના મળેલા માર્ગદર્શનથી તેમજ તેમની હાજરીએ કેમ્પને સફળ બનાવ્યો હતો. આમ સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી એનએસએસ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/